તાપી જીલ્લાના ખેડુત મિત્રો હવે કિસાન પરીવહન યોજના અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર તા.25/12/2020 સુધી નવી અરજીઓ કરી શકશે. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડિયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના અંતર્ગત નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦ બે માંથી ઓછુ હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦ બે માંથી ઓછુ હોય તે મુજબની સહાય મળવાપાત્ર છે.
ઉપરોક્ત તમામ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે ૭/૧૨, ૮અ , બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ IFSC CODE સાથે, આધારકાર્ડની નકલ, જેવા સાધનિક કાગળો જરૂરી છે. ગ્રામ પંચાયતમાં જઈને VCE કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન અરજી કરીને, લાગુ પડતા ખેતીવાડીના ગ્રામસેવકને અરજી કર્યાના દિન-૭માં જરૂરી પુરાવા સાથે અરજી જમા કરાવવાની રહેશે. વધુમાં અગાઉ જે ખેડુતને ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી કરવા પુર્વ મંજુરી આપવામાં આવેલ છે તે લાભાર્થીઓની ખરીદીની સમયમર્યાદા તા:15/01/2021 સુધી લંબાવવામાં આવેલ છે તો તે મુજબ સાધનની ખરીદી કરવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500