Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુક્રેનનાં ખેડૂતો યુધ્ધનાં કારણે નાંણાભીડ, ખાતર અને ખેત ઓજારોનાં પાર્ટસની તંગી અનુભવી રહ્યા છે

  • November 17, 2022 

દુનિયામાં ઘઉંનાં ટોચનાં ઉત્પાદક અને નિકાસકાર દેશમાં યુક્રેન આગળ પડતું છે. યુક્રેનનાં ઘઉં ઇજિપ્ત, ટયૂનિશિયા, મોરકકો, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ખરીદે છે. જોકે યુક્રેનમાં યુધ્ધના પગલે આર્થિક અને રાજકીય અસ્થિરતા હોવાથી ઘઉનો પાક પૂરતા પ્રમાણમાં ના ઉતરે તેવી શકયતા છે. આથી યુક્રેનના સ્થાને વૈશ્વિક બજારના ખરીદારોએ વૈકલ્પિક નિકાસકારો પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે. કેટલાક દેશો યુક્રેનથી સીધી ખરીદી શકતા નથી તે પણ પોતાનો પુરવઠો વિશ્વના બજારમાં સુરક્ષિત કરવા પ્રયાસ કરશે.



તુર્કી વર્ષોથી યુક્રેન પાસેથી ઘઉંની ખરીદી કરીને તેનો તૈયાર આટો આફ્રીકાનાં દેશોમાં મોકલે છે. આડકતરી રીતે દુનિયાનાં ઘણા દેશો યુક્રેનનાં અનાજ પર નિર્ભર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુક્રેનનાં 1.9 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનું અનુમાન છે. જે ગત વર્ષની સરખામણીમાં 40 ટકા ઓછી છે. અગાઉ 3.3 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. આથી આવનારા 2023નાં વર્ષમાં ઘઉંની તંગી સ્વભાવિક જ છે.




યુક્રેનમાં ખેત પેદાશોના ઉત્પાદન અને ઉત્પાદકતા પર વિપરીત અસર થઇ રહી છે. યુક્રેનના ખેડૂતો યુધ્ધના પગલે નાણાભીડ અને ખાતરની તંગી અને ખેત ઓજારોના પાર્ટસની તંગી અનુભવી રહયા છે. વૈશ્વિક ખાધ સુરક્ષાને મજબૂત બનાવવા માટે G-20 દેશોએ બનાવેલા એગ્રી કલ્ચરલ માર્કેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એએમઆઇએસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે યુક્રેનમાં અનાજના ઉત્પાદનની વધુ એક અછત અનાજનાં વૈશ્વિક ભંડાર પર અસર કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application