નિઝર તાલુકામાં સોમવારે અચાનક સરકારી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરી દેતા ખેડૂતોએ નિઝર મિત્તલ જીનીંગ પર હોબડો મચાવ્યો હતો.
નિઝર તાલુકા ખાતે આવેલ એપીએમસી દ્વારા હાલ સરકારના નીતિનિયમો મુજબ કપાસની ખરીદી ચાલી રહી હતી, ત્યારે અચાનક નિઝર એપીએમસી ખાતે કપાસની ખરીદી કરવા માટે સરકાર દ્વારા મહેન્દ્રભાઇ ચૌહાણ (સેન્ટર ઇન્ચાર્જ )ની નિમણૂક કરવામાં છે જ્યારે તેમના દ્વારા કપાસની ખરીદી કરવા માટે ના પાડતા ખેડૂતો દ્વારા હોબડો મચાવી નિઝર-નંદુરબાર રોડ બોલ્ક કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ નિઝર પોલિસને થતાં નિઝર પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાડે પાડી નિઝર નંદુરબાર રોડ રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો.
સીસીઆઇના પેરામીટર પ્રમાણે કપાસની ખરીદી કરવાની હોય છે તેમજ સરકારના નીતિનિયમો મુજબ જ ખરીદી ચાલી રહી છે, ખેડૂતોનું કહેવું છે કે અમે કપાસ ક્યાં લઈ જઇએ જે કપાસ હસે તે લેવો પડસે પણ અમે પેરમીટર પ્રમાણે જ કપાસની ખરીદી કરીશું- મહેન્દ્રભાઇ ચૌહાણ (સેન્ટર ઇન્ચાર્જ-નિઝર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500