ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત પંથકમાં સતત બાર દિવસથી બપોર બાદ વરસાદના ઝાપટા સાથે ચોમાસાની ઋતુનો માહોલ જામતા શીત લહેર વ્યાપી જવા પામી છે
રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગામડાઓમાં જુન મહિનાના પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો હતો તેવામાં ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા, શામગહાન, ગલકુડ, આહવા, પીંપરી, કાલીબેલ, અને સુબીર સહિત ગામડાઓમાં ગુરુવારે સતત બારમાં દિવસે પણ વરસાદી ઝાપટા યથાવત્ રહેતા સમગ્ર પંથકના વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી જયારે પંથકમાં વરસાદી માહોલ જામતા ઋતુચક્રોનો મિજાજ બદલાયો છે જેને લઇને આદિવાસી ખેડુતો ખેતીના કામકાજમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500