કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા ૧૦ મહિનાથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ આવતીકાલે ૨૭મી એ ભારત બંધનું એલાન આપ્યું છે આ બંધ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં પાળવામાં આવનાર છે ત્યારે બંધના એલાનને ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત અને ખેડૂત સમાજ ગુજરાત તરફથી ટેકો આપવામાં આવ્યો છે અને સુરત જિલ્લાના તમામ તાલુકા મથકોએ કાર્યક્રમ યોજવામાં આવશે.ઓલપાડના ખેડૂતોને સવારે ઓલપાડ ખાદી ભંડાર ત્રણ રસ્તા પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જેમાં ખેડૂત અગ્રણીઓ પણ હાજરી આપનાર હોવાનું જાણવા મળે છે.
આ અંગે ખેડૂત સમાજ અગ્રણી દર્શન નાયક એ વધુ વિગતો આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા દસ માસથી અડગ રહી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે આ કાળો કાયદો સરકાર હટાવે નહીં ત્યાં સુધી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આવતીકાલે ભારત બંધના એલાનને ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત અને ખેડૂત સમાજ ગુજરાત તરફથી ટેકો આપવામાં આવ્યો છે. બંધના એલાનનો સુરત જિલ્લાના તમામ તાલુકા મથકોએ ખેડૂતો દ્વારા કાળો કાયદો હટાવવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે ઓલપાડના ખેડૂતોને આવતીકાલે સવારે 10 કલાકે ઓલપાડ ખાદી ભંડાર ત્રણ રસ્તા પર હાજર રહેવા માટે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બંધના એલાનને સફળ બનાવવા અંગે આજરોજ બપોર બાદ જહાંગીરપુરા ખેડૂત સમાજની ઓફિસે જિલ્લાના ખેડૂત અગ્રણીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કેટલીક રણનીતિ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં મળતી વિગતો મુજબ બંધ ની શરૂઆત સવારના ૬ વાગ્યા થી થશે અને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે ખેડૂતોએ આપેલા દેશવ્યાપી બંધને બેંકોના યુનિયનઓ એ પણ સમર્થન આપ્યું છે અને સરકારને ખેડૂતોની માંગણીઓ પર વાતચીત કરવા માટે અપીલ કરી છે.
ઉપરાંત બંધના એલાનને વિપક્ષી પાર્ટીઓએ પણ બંધના સમર્થન આપ્યુ છે.જેમાં કોંગ્રેસ , આમ આદમી પાર્ટી. ટીએમસી, કોમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષનો સમાવેશ થાય છે. દેશવ્યાપી બંધને બેન્કોના યુનિયનોએ પણ સમર્થન આપ્યુ છે.સાથે સાથે કહ્યુ છે કે, ખેડૂતો સાથેની એકતા દર્શાવવા માટે દેશમાં બેન્ક કર્મચારીઓ બંધમાં જોડાનાર છે.
જોકે ખેડૂત સંગઠનોનુ કહેવુ છે કે, આવતી કાલના ખેડૂતો દ્વારા ભારત બંધના અપાયેલા એલાનને સફળ બનાવવા માટે ગુજરાત ખેડૂત સમાજની જહાંગીરપુરા ખાતે આવેલી ઓફિસે જિલ્લાના ખેડૂતોની બપોર બાદ એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લાના તમામ તાલુકા મથકોએ ખેડૂતો દ્વારા કાળા કાયદાનો વિરોધ કરવામાં આવશે. બંધ દરમિયાન હોસ્પિટલો , દવાની દુકાનો, મેડિકલ સાથે જોડાયેલી બીજી સેવાઓ ચાલુ રહેશે અને પરીક્ષા કે ઈન્ટરવ્યૂ માટે જતા વિદ્યાર્થીઓને રોકવામાં નહીં આવે. એમ પણ ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500