હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સિકંદર ભારતીનું નિધન. તેઓ 60 વર્ષના હતા અને 24 મેના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી સૌએ તેમને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી હતી. અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે ડિરેક્ટરનું મૃત્યુ કેવી રીતે થયું. તેમજ તેના પરિવાર દ્વારા પણ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
સિકંદર ભારતી એવા દિગ્દર્શકોમાંના એક હતા જેમણે કોઈપણ પ્રોજેક્ટ પૂરા સમર્પણ સાથે કર્યો હતો. સિકંદર ભારતી વિવાદોથી દૂર રહ્યા હતા. જ્યારે પણ તે કોઈની સાથે કામ કરતો ત્યારે તેણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે કોઈ બાબતમાં કોઈ વિવાદ ન થાય. એટલા માટે જ કદાચ આજ સુધી તે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખોટા સમાચારને કારણે ચર્ચામાં નથી આવ્યા. હિન્દી સિનેમામાં તેમણે રાજેશ ખન્ના, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને ગોવિંદા જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું. તેમણે જ્યારે પણ ફિલ્મ બનાવી ત્યારે તેના દ્વારા દર્શકોને ખાસ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application