Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલીવૂડનાં જાણીતા સિંગર જુબિન નૌટિયાલ બિલ્ડિંગનાં દાદરા પરથી પડી જતાં ઇજાગ્રસ્ત

  • December 03, 2022 

બોલીવૂડનાં જાણીતા સિંગર જુબિન નૌટિયાલને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. તેની ઇજાઓ ગંભીર હોવાથી તેની સર્જરી કરવી પડે એમ છે. જુબિનનાં પ્રવકતાએ જણાવ્યુ હતુ કે, શુક્રવારે સવારે જુબિન બિલ્ડિંગનાં દાદરા પરથી પડી ગયો હતો. પરિણામે તેને ગંભીર ઇજાઓ થઈ છે. સિંગરની કોણી તુટી ગઇ છો તો વળી પાંસળીઓ અને માથા પર પણ ગંભીર ઇજા થઇ છે. ડોકટરે જુબિન નૌટિયાલનાં ડાબા હાથની સર્જરી કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, હાલ જુબિન પોતાના ટ્રેડિંગ ગીતો તૂ સામને આયે, માનિકે, બના શરાબી માટે ચર્ચામાં હતો. તેમજ તે અવાર-નવાર ઇવેન્ટ અને કાર્યક્રમાં હિસ્સો લેતો હતો. તેની લાઇવ કન્સર્ટ પણ દુબઇમાં થઇ હતી. જુબિનનું નવું ગીત યૂં તેરે હુણે હમ હાલમાં જ રિલીઝ થયું છે. જેને સોશિયલ મીડિયા પર પણ તેણે શેર કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application