શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં ગેસ લીક થવાને કારણે એક આખો પરિવાર બેભાન થઈ ગયો અને એક 14 વર્ષીય કિશોરીનું મોત થયું છે. પરિવાર જયારે રાતે ઊંઘી રહ્યો હતો ત્યારે એલપીજી સિલિન્ડરમાં લીકેજ થયું, જેને કારણે ઘરમાં ઊંઘી રહેલા પાંચ લોકોમાંથી એકનું મોત થયું અને બાકીના ચારની હોસ્પિટલમાં સારવાર ચાલી છે,તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
રાતે ઘરમાં પાંચ લોકો ઉભી રહ્યા હતા,ત્રણ બાળકો અને તેમની માતા અને મોટા ભાઈની 14 વર્ષની દીકરી પણ ઊંઘવા આવી હતી. સવારે જયારે મોટા ભાઈ પોતાની દીકરીની ઉઠાડવા ગયા ત્યારે કોઈએ દરવાજો ન ખોલતા કંઇક અજુગતું બન્યાની શંકા જતા દરવાજો તોડીને અંદર જોયું તો તમામ લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમણે સીધા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,
જ્યાં ડોકટરે 14 વર્ષની કિશોરીને મૃત જાહેર કરી હતી. જયારે ૩ બાળકો અને માતાને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પરિવારે જણાવ્યું કે તેમની દીકરી જીદ કરીને ત્યાં ઊંઘવા માટે ગઈ હતી,પણ સવારે તે પાછી જ ન આવી. દીકરીના મૃત્યુથી પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500