ભારત દેશને સ્વતંત્ર કરવામાં આઝાદ કરવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવ અવસરે યોગ્ય સન્માન કરી ઉચિત ગરિમા આપવાની સાથે સ્વાતંત્રના હીરોને સન્માન કરવા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર દ્વારા તારીખ ૨૫/૦૬/૨૦૨૩થી તા.૦૫/૦૭/૨૦૨૩ સુધીમાં રાજ્યની વિકાસ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પરિવારજનોને સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના જિલ્લાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિભા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. અને તેમણે કરેલો સંઘર્ષ બહાદુરીને આજે યાદ કરી બિરદાવીએ છીએ, સાથે તેમના પરિવારજનો આજે અહિ ઉપસ્થિત છે તે પણ ભાગ્યશાળી છે. અને આપણા જિલ્લાનું ગૌરવ છે તેમને આ અવસરે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેમને સન્માન કરી વહીવટી તંત્ર દ્વારા કદર કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રને સ્વત્રંત કરાવવા નરબંકાઓએ પોતાનું સઘળું અપર્ણ કરી દીધું છે. આજે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે સઘળું દેશના આવા શુરવીરોને આભારી છે. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળ આ પ્રકારના સ્વાત્ર્ય સેનાનીના પરિવારજનોને સત્કાર કાર્યક્રમ કરીને ખરેખર તેમના બલિદાનને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે.
તેમ જિલ્લા કલેક્ટરએ ઉમેર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોએ કલેક્ટર સાથેની સંવાદમાં જણાવ્યું કે ૧૯૪૨ની આઝાદીની ચળવળમાં આ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ૬ માસની જેલ વેઠી હતી. ગોરા જેલમાં જેલવાસ ભોગવી યાતના વેઠી હતી. આ પસંગે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.હિરાભાઈ છગનભાઈ પટેલ, સ્વ.ડાહ્યાભાઈ ગરબડભાઈ પટેલ, સ્વ.મોતીભાઈ ત્રિભોવનભાઈ પટેલ, સ્વ.ડાહ્યાભાઈ ગોકળભાઈ પટેલ સ્વ.અંટોલભાઇ નાથાભાઈ પટેલના, પરિવારજનોમાં શ્રી, પવિણભાઈ ડાહ્યાભાઈ પટેલ, ચંદનબેન મોતીભાઇ પટેલ, શ્રી જગદીશભાઇ શીવલાલભાઈ પટેલ શ્રી જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલના પરિવારજનોએ સન્માનનો સ્વીકાર કરી ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500