આઝાદીમા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. આ સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રને સ્વત્રંત કરાવવા નરબંકાઓએ પોતાનું સઘળું અપર્ણ કરી દીધું છે. આજે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે સઘળું દેશના આવા શુરવીરોને આભારી છે. તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળ આ પ્રકારના સ્વાત્ર્ય સેનાનીના પરિવારજનોને સત્કાર કાર્યક્રમ કરીને ખરેખર તેમના બલિદાનને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે. તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાંથી કુલ 15 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનો સત્કાર સમારંભ યોજાયો હતો. જે પૈકી સ્વ.શ્રી જયંતિલાલ મણીશંકર જોષીની પુત્રી ધર્મિષ્ડાબેન જોષીએ પોતાના પિતાજીના આઝાદીકાળની લડતના સંસ્મરણો તાજા કર્યા હતા. તથા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો સન્માનીત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની આભારવિધી રમત ગમત અધિકારી મીતાબેન ગવલીએ કર્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિકારી એન.આર. ધાધલ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application