Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં ફરી નકલી પોલીસ ઝડપાઈ, પોલીસે પ્રેમી યુગલો પાસેથી તોડ કરતાં ત્રણ આરોપીની ધરપકડ કરી

  • March 03, 2024 

અમદાવાદના શહેરકોટડા પોલીસની ગિરફતમા રહેલા આરોપી મોહસીન ઉર્ફે બીડું શેખ, મોહમદ ઈમ્તિયાઝ ઉર્ફે બચુડી શેખ અને મોહમદ રફીક ઉર્ફે બટકો શેખની ધરપકડ કરી છે. આ નકલી પોલીસની ટોળકી પૂર્વ વિસ્તારમાં આતંક મચાવ્યો છે અને છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા છે. આ ટોળકીએ ચાંદલોડિયાના યુવકને ટાર્ગેટ કરી તેની પાસે દોઢ લાખની માગણી કરી હતી અને પૈસા ના આપે તો ઘરે કહી દેવાની અથવા કેસ કરી દેવાની ધમકી આપતા યુવક પાસેથી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા.


સમગ્ર મામલે શહેરકોટડા પોલીસમાં યુવકે ફરિયાદ કરતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા નકલી પોલીસની મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં આવેલી હોટલમાં જતા પ્રેમી યુગલોને ટાર્ગેટ કરી ધમકાવી ડરાવીને પૈસા પડાવતા હતા. જેમાં નકલી પોલીસની ટોળકીમા બે આરોપી હોટલની બહાર વોંચ રાખીને બેઠા હોય અને હોટલથી બહાર યુગલ આવતા જ અન્ય બે આરોપી પીછો કરી તે યુગલને પકડીને તેને પોલીસની ઓળખ આપી અને કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા, એટલું જ નહિ નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે પોલીસની જેમ સ્પોર્ટ શુઝ પહેરીને આવતા હતા અને મોટા અવાજથી વાતો કરીને યુગલોને ધમકાવતા હતા.


આ ઝડપાયેલ નકલી પોલીસની ટોળકીમાં મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે બીડુ શેખ મૂળ જુહાપુરાનો રહેવાસી છે. જે પોતે દરરોજ અન્ય 3 લોકોને સાથે લઈ જતો હતો અને નકલી પોલીસ બનીને ચારેય આરોપી નારોલ, શહેર કોટડા, ઓઢવ અને અમરાઇવાડીમાં આવેલી હોટલમાં ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલોને ટાર્ગેટ કરી પૈસા પડવાયા હોવાનું આરોપીએ કબૂલ્યું છે. ત્યારે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ લઈને તપાસ શરૂ કરી છે. સાથે જ આવા નકલી પોલીસનો ભોગ બનેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application