રાજ્યમાં નકલી બનાવટે તો હદ કરી નાંખી છે, હવે મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી જીરું બનાવવામાં આવતું હતું. મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી. જોકે 240 કિલો પાવડર મિક્સ, 630 લિટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લુઝ જપ્ત કરાયો છે. જેમાં 12 હજાર કિલોથી વધુનો નકલી જીરૂ ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ગંગાપુર રોડ ઉપર એક શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી જીરું બનાવવામાં આવતું હતું. વરિયાળી, ભુસુ ગોડની રસી અને પથ્થરનો ઉપયોગ કરી શંકાસ્પદ જીરું બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે રાજ્યના ડ્રગ્સ અને ફ્રુડ વિભાગે શંકાસ્પદ જીરૂના સેમ્પલ લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ફેક્ટરીના માલિકે આ અંગે કહ્યું હતું કે, આ પશુ આહાર છે. મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલી વરીયાળી પશુઆહાર હોવાનું જણાવ્યું હતું. જોકે આ પશુ આહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહીં હોવાની પણ વાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500