Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્ચિમબંગાળમાં 4716 કરોડ રૂપિયાના નકલી GST બિલ રેકેટનો પર્દાફાશ, આ મામલે ચાર મોટા ઓપરેટરોની ધરપકડ કરાઈ

  • December 02, 2023 

પશ્ચિમ બંગાળના ડિરેક્ટોરેટ ઓફ કોમર્શિયલ ટેક્સિસ (સ્ટેટ જીએસટી)એ 4716 કરોડ રૂપિયાના નકલી GST બિલ રેકેટનો પર્દાફાશ કરી ચાર મોટા ઓપરેટરોની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ડિરેક્ટોરેટના ઇતિહાસમાં 1941 પછી પ્રથમ વખત ધરકપડ તેની તપાસ બ્યુરો હેઠળ કરવામાં આવી છે. અગાઉ ધરપકડ માટે પોલીસની મદદ લેવામાં આવતી હતી. ડિરેક્ટોરેટ ઓફ કોમર્શિયલ ટેક્સિસ કમિશનર ખાલિદ અનવરે પત્રકારોને જણાવ્યું હતું કે, બંને કેસોમાં 801 કરોડ રૃપિયાની કરચોરી સામેલ છે.



એડિશનલ કમિશનર સુદેશના મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, આ બંને રેકેટમાં કુલ ટર્નઓવર 4716 કરોડ રૂપિયાનું થયું છે. મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, ફેબુ્રઆરીથી અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, ચાર ઓપરેટરોએ પશ્ચિમ બંગાળમાં 178 નકલી કંપનીઓનું નેટવર્ક બનાવ્યું હતું. જે સરકારી ટેક્સ આવકમાં 801 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા માટે નકલી બિલો બનાવતા હતાં.



ઉલ્લેખનીય છે કે, બે ડેપ્યુટી કમિશનર સોમાશ્રી કર અને મધુમિતા કુન્ડુ તપાસ અધિકારીઓ છે અને તેમણે દક્ષિણ બંગાળની તપાસ બ્યુરોના 25 અધિકારીઓની ટીમની મદદથી આ રેરેટનો પર્દાફાશ કર્યો હતો. મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તેમણે દિવસ-રાત કામ કર્યુ હતું અને તપાસ હજુ પણ ચાલુ છે. સંચાલક નાના નાના ખર્ચાઓ અથવા  રોજગારીના વચન માટે નિરાધાર વ્યકિતઓને નાણાની લાલચ આપતા હતાં અને છેતરપિંડીથી તેમના પાન, આધાર અન્ય ઓળખ પુરાવાઓ મેળવી લેતા હતાં. આ પુરાવાઓનો ઉપયોગ કરી નકલી કંપનીઓ બનાવી અને જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News