Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નકલી ઈડી અધિકારીએ વેપારી પાસેથી ટેન્ડરના બહાને 1.5 કરોડ પડાવ્યા,મોજ શોખમાં વાપરી નાખ્યા

  • August 10, 2023 

અમદાવાદ સેટેલાઈટ પોલીસે નકલી ઈડી અધિકારી બનીને ફરતા વ્યક્તિની ધરપકડ કરી છે. નકલી અધિકારી ઓમવીરસિંહ 1.5 કરોડની છેતરપિંડી કરી હતી અને આ રુપિયા મોજ શોખમાં વાપરી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.લોકોને સરકારના કામ કઢાવી આપવા અને ટેન્ડર અપાવવાના બહાને રુપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે.



સમગ્ર મામલાનો ભાંડો બોપલના વેપારી પાસેથી છેતરપિંડી કર્યા બાદ ફૂટ્યો હતો. વેપારી પાસેથી 1.5 કરોડની છેતરપિંડી આચરી હતી.નકલી ઈડી અધિકારી ઓમવીરસિંહે દિલ્હીનું પોતાનું બોગસ આઈડી કાર્ડ બનાવ્યું હતું. આખરે સેટેલાઈટ પોલીસે આ મામલે તેની ધરપક કરી છે. દિલ્હીમાં પોતાનું બોગસ આઈડી કાર્ડ ઈડીના નામે બનાવ્યું હતું. આ આરોપી યુપીનો છે અને જ્યાં તે પોતાની કંપની ચલાવતો હતો. બીએ ગ્રેજ્યુએટ અને સામાન્ય ખેડૂત પરીવારમાંથી આવતા ઓમવીરસિંહે છેતરપિંડી કરી હતી.આંબલી બોપલ રોડ પર તેને રુ.2 લાખનો બંગલો ભાડે પણ રાખ્યો હતો.




બંગલાના માલિકાના ક્વાયન્ટ એવા વેપારીના સંપર્કમાં તે આવ્યો હતો અને ટેન્ડર અપાવવાની બહાને આ રુપિયા પચાવી પાડ્યા હતા.આરોપીએ મુંબઈના ડાન્સબાર અને મોજ શોખમાં રુપિયા વાપર્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર ઓમવીરસિંહે ત્રણ માસ મહિના પહેલા ચિટીંગ કર્યાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોતે ઈડીનો એડીશનલ ડીરેક્ટર ઈડીનો હોવાની ઓળખ આપતો હતો પોતાનું સ્ટેટસ બતાવતો હતો અને વિઝિટીંગ કાર્ડ આપી વિશ્વાસમાં લઈને રુપિયા પડાવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News