વાપીની મહિલા તબીબ સાથે છેતરપિંડી કરે તે પહેલા ઝડપાયેલા નકલી સીબીઆઇ ઓફિસરને પોલીસે પકડી પાડી તપાસ કરતા તેની સામે રાજ્ય બહાર આ રીતે છેતરપિંડીનો 10 ગુનો નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આરોપી નવસારી સબજેલમાં ધકેલાયો છે.
વાપીના સુથારવાડ ખાતે પાર્થ ક્લીનિક ચલાવતા ડો. હંસાબેન ભદ્રાની ક્લીનિકમાં શનિવારે એક માણસ સુટ પહેરીને અંદર પ્રવેશી પોતાની ઓળખ સીબીઆઇ ઓફિસર તરીકે આપી તબીબ પાસેથી ડીગ્રી અને ત્રણ વર્ષના ઇન્કમટેક્ષની ફાઇલની માંગણી કરતા તબીબે આઇટી રિટર્ન મોબાઇલમાં હોવાનું જણાવ્યું હતું. જે બાદ તબીબે તેમના ઘરે જઇ તપાસ કરવા પડશે તેમ કહી તબીબની જ કારમાં બેસી ઘરે જવા નીકળ્યો હતો. જ્યારે સ્ટેશનેથી ભાડે કરેલ કારના ચાલકે પીછો કરી તબીબને ગુજરાતીમાં જણાવ્યું હતું કે, મેડમ તમારી સાથે ખોટું થઇ રહ્યું છે.
મહિલા તબીબે તે દરમિયાન પોતાના ભાઇ ડો. સુરેશને ફોન ઉપર તમામ વાતો કરતા તેઓ ગરનાળા પાસે પહોંચ્યા હતા અને નકલી સીબીઆઇ ઓફિસરને પકડી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સ્મીથ અભિરામ સેઠી રહે. ઓરિસ્સાનો અને પોતે કોઇ ઓફિસર ન હોવાનું જણાવતા પોલીસમાં સોંપાયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી સ્મીથે નકલી સીબીઆઇ ઓફિસર બની અન્ય રાજયમાં 10 ગુના કર્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500