Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય ચલણી નોટ તથા સિક્કા સ્વીકારવાની ના પાડશો તો થઇ શકે છે સજા

  • July 03, 2021 

ભરૂચ જિલ્લાના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા ચલાવવામાં આવતા નથી કે સ્વીકારવામાં આવતાં નથી. ખાસ કરીને રૂ.૫/- ની ચલણી નોટ તથા રૂ.૧૦/- ના સિક્કાઓ ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય કરેલ હોવા છતાં સ્વીકારવાની ભારતીય નાગરિકો આનાકાની કરતા હોય છે.

 

 

 

 

આથી જાહેરજનતાને જણાવવાનું કે, જો ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સહિતાની કલમ ૧૨૪-એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે જેથી ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા સ્વીકારવા જાહેર જનતાએ નોંધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક અખબારી યાદીમાં જણાવેલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application