આજકાલના પેરેન્ટ્સ બાળકોને જરૂર વિના જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જ્યારે હંમેશા સારા રેન્ક મેળવવા માટે દબાણ પણ કરતા રહે છે. આ જ રીતે હેલિકોપ્ટર પેરેન્ટિંગથી બાળકો ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે પણ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે નિષ્ફળતા બાળકો માટે સારી હોય છે.આ નિષ્ફળતાને બાળકો કઈ રીતે અપનાવે છે તે અંગે ચાઈલ્ડ માઇન્ડસેટના ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડેવિડ એન્ડરસન કહે છે કે બાળકો માટે નિષ્ફળતા ખૂબ જ કોમન હોય છે.
તમારા બાળકો સાથે શાળામાં શિક્ષકો કઈ રીતે વર્તન કરે છે તે જાણવાની જવાબદારી માતા-પિતાની છે. બાળકોની ક્ષમતાઓને પારખ્યા વિના તેમને જજ કરવાની ટેવથી તે માનસિક રોગી બની રહ્યા છે.પરિણામે તે ફેલ થવાથી ડરવા અને મજબૂત રીતે મુકાબલો કરવાની જગ્યાએ તેનાથી બચતા દેખાય છે. એટલા માટે બાળકોની તકલીફ દૂર કરવા પર ધ્યાન આપવું જોઇએ. જ્યારે બાળક એક કાગળ પર ફેલ થઈને ઘરે આવે તો તેની સાથે થોડોક સમય વીતાવો જેથી તમે તેની પ્રતિક્રિયા જાણી શકો.
તાત્કાલિક સજા કે તેની નિષ્ફળતા તમને કેવો અનુભવ કરાવે છે તેની અભિવ્યક્તિની જગ્યાએ તેના વિચારોને જાણો, નિષ્ફળતા શું શીખવે છે તેની જગ્યાએ બાળકે કેવો દેખાવ કર્યો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નક્કી માનસિકતા પેદા થાય છે. દોષારોપણના ખેલથી બચો. સંઘર્ષને દૂર કરવા માટે જાણ્યા વિના મદદ માટે હાથ ન લંબાવશો.
જો તમે જુઓ છો કે બાળકને કોઈ પ્રોજેક્ટમાં તકલીફ પડી રહી છે કે પછી તે અસમર્થ અનુભવી રહ્યો છે તો બસ દૂરથી જુઓ.એન્ડરસન કહે છે કે નાના બાળકો માટે એ મહત્ત્વપૂર્ણ હોય છે કે તમે તેને સંઘર્ષ કરતો જુઓ છો. સમસ્યાઓના સમાધાન માટે સમજ્યાં વિચાર્યા વિના તેની મદદ ન કરો. થોડીક ક્ષણ રાહ જુઓ. એવું કરવું ખરેખર મદદરૂપ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500