Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ચીનમાં યુવાનોના દેખાવો જારી,નાગરિકો પર નજર રાખવા પબ્લિક સેફ્ટી પર સંરક્ષણ બજેટ કરતાં 7 ટકા વધુ ખર્ચ કરવા મજબૂર

  • December 04, 2022 

કોવિડ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેલા ચીનમાં યુવાનો વિરોધ દેખાવો કરી રહ્યા છે. કહેવા માટે તો ત્રણ વર્ષથી ચીનની જિનપિંગ સરકાર ઝીરો કોવિડ પોલિસી પર કામ કરી રહી છે પરંતુ તેને દરેક મોરચે નિષ્ફળતા મળી રહી છે.



હાલમાં જ ફરી એકવાર રાષ્ટ્રપતિ શી જિનપિંગને દેશની કમાન સોંપવામાં આવ્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ છે. ચીનમાં તાનાશાહી શાસન અને ખૂબ જ કઠોર નિયંત્રણોની સામે યુવાનો જાહેર રસ્તા પર આવી ગયા છે. પરિણામ એ છે કે સરકારવિરોધી માહોલને અંકુશમાં લેવા માટે ચીન સરકાર પોતાના નાગરિકોની સામે બર્બરતાપૂર્વકનું વર્તન પણ કરી રહી છે. દેખાવોમાં સામેલ રહેલા લોકોના મોબાઇલમાં ફોટો અને મેસેજ ચેક કરીને તેમની ધરપકડ કરાઇ રહી છે. શાંતિપૂર્ણ માર્ચ યોજવા બદલ પણ ધરપકડ કરવામાં આવી રહી છે. ચીન સરકાર પોતાના જૂનાગરિકો પર નજર રાખવા માટે વ્યવસ્થાને મજબૂત કરવા પબ્લિક સેફ્ટી ૫ર સંરક્ષણ બજેટ કરતાં વધારે રકમ ખર્ચ કરી રહી છે.




ચીનની પબ્લિક સેફ્ટીનું બજેટ 17 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જે પોલીસ, ગુપ્તચર તંત્ર, જેલ, અદાલત સહિત સૈન્ય બજેટ પર થતા કુલ ખર્ચથી સાત ટકા વધારે છે. ચીનની વસ્તી આશરે 140 કરોડ છે. આ રીતે ચીન આશરે 1000 રૂપિયા પ્રતિ વર્ષે પોતાના નાગરિકો પર નજર રાખવા માટે ખર્ચ કરે છે. 10 વર્ષ બાદ ચીનની બદલાયેલી રણનીતિથી સ્પષ્ટ થાય છે કે ચીન વધુ કઠોર પગલાં લઇ શકે છે.બેજિંગની ઝાંગે કહ્યું કે પીસીઆર પરીક્ષણથી તે થાકી ગઇ છે. એક યુવા શ્રમિકે કહ્યું છે કે ગયા સપ્ટેમ્બરમાં સંક્રમિત થયા બાદ તેને સંક્રમિત દર્શાવીને પ્રતિબંધ હેઠળ મૂકી દેવાયો હતો પરંતુ તેનામાં કોઇ કોરોનાનાં લક્ષણ ન હતાં, કોઇ પરેશાની પણ ન હતી. હવે તે કોઇ પણ પ્રકારના અંકુશ ઇચ્છતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application