Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ : વરિયાળીનું ભૂસુ, ક્રીમ, ગોળની રસીથી નકલી જીરૂ તૈયાર થતું હતું

  • July 01, 2022 

ગાંધીનગર ફૂડ ડીપાર્ટમેન્ટ અને ઉંઝા પોલીસ દ્વારા કરાયેલી સંયુક્ત રેડમાં ઉંઝા નજીકથી નકલી જીરૂ બનાવતી આર્મી એગ્રો નામની ફેક્ટરી ઝડપાઇ છે. શહેરના ગંગાપુરા રોડ પર આ ભેળસેળ કરતી ફેક્ટરી ધમધમી રહી હતી.પ્રતિક પટેલ નામના શખ્સ આ ફેક્ટરીને ચલાવતો હતો.


આ દરોડા દરમિયાન 13 હજાર 860 કિલો લુઝ જીરૂ,14 હજાર 400 કિલો વરિયાળીનું ભૂસુ, 2 હજાર કિલો ક્રીમ પાઉડર અને 150 લિટર ગોળની રસી કબ્જે લેવાઇ છે. વરિયાળીનું ભૂસુ, ક્રીમ, ગોળની રસીથી નકલી જીરૂ તૈયાર થતું હતું. આ પકડાયેલા માલસામાનની કિમત 12 લાખથી વધુ થાય છે.


ઊંઝાના જીરાની વિશ્વભરમાં માંગ હોય છે જેનો ફાયદો ઉઠાવી  પ્રતિક પટેલ નામનો શખ્સ કેફટરીમાં નકલી જીરું બનાવી બજારમાં ખાણી પીણી માટે પધરાવી દઈ અત્યાર સુધી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. તપાસ દરમિયાન ટીમના ધ્યાને આવ્યું હતું કે, ફેક્ટરીમાં વરિયાળીના ભૂસા સાથે ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્સ કરવામાં આવે છે જે બાદ તડકામાં સુકવી જીરુંના આકાર અને કલર જેવું બનાવટી જીરું બનવવામાં આવે છે અને ઉંઝાના પટેલ પ્રતિક કુમાર દિલીપભાઈ સંચાલિત આર્મી એગ્રો નામની ફેક્ટરીમાં આ બનાવટી જીરું બનાવતાં ટીમના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ અત્યાર સુધી કેટલું જીરું બનાવ્યુ અને કોણે કોણે વેચ્યું તેની તપાસ થઈ રહી છે. આપને અહી જણાવી દઈએ છીએકે, આશરે સાત માસ પહેલા પણ ઊંઝામાંથી નકલી જીરું બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં પટેલ બીનેસભાઈ રમેશભાઈ નામના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application