Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા-નાસિક રોડના ચક્કાજામમાં રાત્રે ફસાયેલા ગુજરાતના યાત્રીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી

  • August 23, 2024 

ગુજરાતની સરહદે આવેલા ગિરિમથક સાપુતારાથી નાસિક/શિરડી તરફ જતા આંતરરાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલા બોરગાવ ખાતે, અપાયેલા ચક્કાજામમાં ગત રાત્રીએ ફસાયેલા ગુજરાતના યાત્રીઓને, લોકસભાના દંડક એવા વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના પ્રયાસોથી અડધી રાત્રે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, સહી સલામત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સાંસદ તરફથી મળેલી વિગતો અનુસાર ગત રાત્રીએ નાસિક તરફથી ગુજરાત આવી રહેલા ચીખલી, નવસારી તરફના અંદાજીત બસો જેટલા યાત્રીઓ, ચક્કાજામને કારણે અડધી રાત્રીએ અટવાયા હતા.


નાના ભૂલકાઓ, વૃદ્ધ અને અશક્ત મુસાફરો, સ્ત્રીઓ વિગેરે અટવાયેલા મુસાફરોએ, સાંસદશ્રી સુધી તેમની આપવિતી વર્ણવતા, શ્રી ધવલભાઈ પટેલે તુરત જ સ્થાનિક પોલીસ તંત્ર અને સંબંધિત સત્તાવાળાઓનો આ બાબતે સંપર્ક સાધતા, સાપુતારા/ડાંગ પોલીસે ખાસ વાહન વ્યવસ્થા કરીને, ચક્કાજામ કરી રહેલા આગેવાનોને મળી તેમની સમજણ અને સહયોગ સાથે, આ મુસાફરોને મદદ પુરી પાડી હતી. સાથે આ મુસાફરો પ્રત્યે માનવિય સંવેદના સાથે તેમના માટે ચા, નાસ્તા અને ભોજન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી, આપાતકાલીન સ્થિતિમાં પણ માનવિય સંવેદના જગાવી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સ્થાનિક પ્રશ્ન બાબતે છેલ્લા કેટલાક સમયથી રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યું છે. જેને કારણે ગુજરાતથી મહારાષ્ટ્રના નાસિક/શિરડી તરફ જતા/આવતા મુસાફરો, વાહન ચાલકો અસરગ્રસ્ત થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application