Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"કોરોના"ની સારવાર માટે આહવાની જનરલ હોસ્પિટલમા ઉપલબ્ધ સુવિધાઓ

  • April 28, 2021 

"કોરોના"ના દર્દીઓ માટે આહવા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે એક ખાસ ફરજ પરના ફીઝીશયન સહિત એક એનેસ્થેટિસ્ટ, અન્ય મેડિકલ ઓફિસરો, વિસેક જેટલો નર્સિંગ સ્ટાફ, દસેક જેટલા સેવકો, અને કલેરિકલ વર્ક માટેનો સ્ટાફ સેવા આપી રહ્યો છે.

 

 

 

 

 

હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સાધન સુવિધાઓની વિગતો આપતા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો.રિતેશ બ્રહ્મભટ્ટ એ અહીં ૯૦ સામાન્ય બેડ સહિત ૧૦ ICU બેડ મળી કુલ ૧૦૦ બેડની  'કોવિડ હોસ્પિટલ' કાર્યરત કરી, ૧૧ જેટલા એડલ્ટ વેન્ટિલેટર ની સુવિધા પણ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે, તેમ જણાવ્યુ હતુ.

 

 

 

 

 

રાજ્ય સરકાર દ્વારા કલેકટર શ્રી એન.કે.ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ બે ઓક્સિજન ટેન્ક, ઉપરાંત આજની તારીખે ૫૪ જેટલા મોટા, અને ૩૪ બી ટાઈપ મળી કુલ ૮૮ સિલિન્ડરોની સુવિધા રાખવામા આવી છે, તેમ જણાવતા ડો.બ્રહ્મભટ્ટ એ આગામી થોડા દિવસોમા જ આહવાની જનરલ હોસ્પિટલ ખાતે RT PCR લેબોરેટરી પણ કાર્યરત થાય તે માટેના પ્રયાસો પ્રશાસને હાથ ધર્યા છે તેમ ઉમેર્યું હતું.

 

 

 

 

 

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા જ આ લેબ શરૂ થતા  RT PCR સેમ્પલના રિઝલ્ટ તે જ દિવસે ગણતરીના કલાકોમા આપી શકાશે. હમણા સુધી આ સેમ્પલો વલસાડ ખાતે મોકલવામા આવી રહ્યા છે. જેના પરીણામો મળતા એક થી બે દિવસો લાગી રહ્યા છે.

 

 

આગામી દિવસોમા શરૂ થનારી RT PCR લેબોરેટરી માટે અલાયદા સ્ટાફની વ્યવસ્થા પણ કરી દેવામા આવી છે. જે મુજબ પાંચ લેબ ટેકનિશિયન, પાંચ લેબ આસિસ્ટન્ટ, બે ડેટા એન્ટ્રી ઓપરેટર, અને ત્રણ સેવકોની સેવા ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે.

 

 

 

 

"કોરોના વોર્ડ" મા જરૂરિયાત મુજબ ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલિંગ સેન્ટરના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દર્દીઓ, તથા તેમના પરિવારજનોને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન, સમજ પુરી પાડી તેમનો ભય પણ દૂર કરવામા આવી રહ્યો છે. તેમ જણાવતા તેમણે આ માટે મનોચિકિત્સક ડો.અંકિત રાઠોડ (મોબાઈલ : ૭૪૩૫૯૫૧૩૨૦) અને મનીષા પંચાલ (મોબાઈલ : ૭૪૩૫૯૫૧૩૨૪) દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલિંગ સેન્ટરનો કોઈ પણ વ્યક્તિ લાભ લઇ, તેમના મનમા પ્રવર્તતો સંભવિત ડર દૂર કરી શકે છે, તેમ ઉમેર્યુ હતુ.

 

 

કોરોના વિષયક રોજિંદી કામગીરી જેવી કે રેપીડ એન્ટીજન ટેસ્ટ, RT PCR ટેસ્ટ, અને વેકસીનેસનની કામગીરી સહિત રોજબરોજની જનરલ ઓ.પી.ડી. અને ઇન્ડોર, આઉટ ડોર સેવાઓ પણ રાબેતા મુજબ ચાલી રહી છે. જેનો જરૂરિયાતમંદોને લાભ લેવાનો પણ સુપ્રિન્ટેન્ડેન્ટે અનુરોધ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application