Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં BRTS બસમાં સમસ્યાઓનો સામનો કરતા વિદ્યાર્થીનીઓએ BRTS સામે આંદોલન શરૂ કર્યું, આખરે પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો

  • August 09, 2023 

સુરત શહેરમાં BRTS બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓએ BRTS સામે આંદોલન શરૂ કર્યું છે. આજે વહેલી સવારે ABVPનાં કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સુરતનાં પર્વત પાટિયા પાસે મોટી સંખ્યામાં ભેગા થઈ BRTS બસો અટકાવી દીધી હતી. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. સુરતનાં વરાછાથી યુનિવર્સિટી માટે રોજના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. વિદ્યાર્થીઓને સવારે અને સાંજે આવતી જતી વખતે BRTSમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના નિવારણ માટે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા બસ વધારવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતાં આજે BRTS સામે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું.



મોટા વરાછા, સરથાણા યોગીચોક સહિતના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ BRTSનો ઉપયોગ કરે છે અને બસ સરથાણાથી પર્વત પાટિયા કેનાલ રોડ થઈ યુનિવર્સિટી તરફ જતી હોય છે. ત્યારે આ રૂટ પર દોડતી BRTS બસ ખૂબ જ ઓછી છે. જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. BRTS બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે, બસનો દરવાજો પણ બંધ બંધ થઈ શકતો નથી. જેને લઈ દરવાજા પર પણ લટકીને વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે. બીજી તરફ વિદ્યાર્થીનીઓની પણ સંખ્યા ખૂબ વધારે છે અને તેઓ પણ ધક્કામુક્કીમાં મુસાફરી કરવા મજબૂર બને છે. જેને લઈ તેમની અનેક વખત છેડતી થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ઘણા સમયથી BRTSની નાની મોટી સમસ્યાઓને લઈ પરેશાન થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વહેલી સવારે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પર્વત પાટિયા તરફ જતી તમામ BRTS બસને બંધ કરી અટકાવી દીધી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application