મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે એક મોટા સમાચાર જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ FIR મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આદિત્ય ઠાકરે પર આરોપ છે કે, તેણે પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ત્રણ નેતાઓ આદિત્ય ઠાકરે, સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ત્રણેય નેતાઓ વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 149, 326 અને 447 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસ દિલાઈ રોડ બ્રિજ લેનના ઉદ્ઘાટનના સંબંધમાં નોંધવામાં આવ્યો છે. BMCએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, આદિત્ય ઠાકરેએ પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના તારીખ 16 નવેમ્બરે બની હતી જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પાર્ટીના નેતાઓ સાથે બ્રિજના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. એક દિવસ બાદ તારીખ 17 નવેમ્બરે, માહિતી મળ્યા પછી BMCએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BMCની ફરિયાદ પર FIR નોંધી છે. BMCના અધિકારીઓ 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500