Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરેશ રાવલ સામે FIR,બંગાળી વિરોધી ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી

  • December 07, 2022 

કોલકાતા પોલીસે બંગાળીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધી છે. પરેશ રાવલ અગાઉ પણ બોલવા મામલે કોઈને કોઈ ટીપ્પણી કરી દેતા વિવાદમાં આવે છે.પરેશ રાવલે 2 ડિસેમ્બરે પોતાના વિવાદિત નિવેદન બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે નિવેદન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સંદર્ભમાં છે.




કોલકાતા પોલીસે ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ બંગાળીઓ વિરુદ્ધ કથિત અભદ્ર ભાષા બદલ FIR નોંધી છે. સીપીઆઈ(એમ) પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમે પરેશ રાવલ વિરુદ્ધ તેમની બંગાળી વિરોધી ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ. સલીમે આરોપ લગાવ્યો હતો કે રાવલની ટિપ્પણી ઉશ્કેરણીજનક છે અને "હુલ્લડો ભડકાવી શકે છે. ફરિયાદમાં જણાવાયું છે કે, "રાજ્યની સરહદોની બહાર મોટી સંખ્યામાં બંગાળીઓ રહે છે. મને આશંકા છે કે પરેશ રાવલની અભદ્ર ટિપ્પણીઓને કારણે તેમાંથી ઘણાને અસર થશે.




"શું કહ્યું પરેશ રાવલે?

બંગાળીઓ પર પરેશ રાવલની ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેઓ ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે ભાષણમાં કહ્યું હતું કે, "ગેસ સિલિન્ડર મોંઘા છે પણ ભાવ ઘટશે. લોકોને રોજગારી પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે તમે રસોઇ બનાવશો? માછલી?" જો કે 2 ડિસેમ્બરે પરેશ રાવલે આ વિષય પર પોતાના અભિપ્રાય બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે નિવેદન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સંદર્ભમાં છે.




આ કલમોમાં કેસ દાખલ

સૂત્રો અનુસાર, IPC કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી), 153B (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોથી વંચિત રાખવું), 504 (ઉશ્કેરણી) ઈરાદાપૂર્વકની 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.




ટીએમસી નેતાએ શું કહ્યું


આ દરમિયાન ટીએમસીએ રાવલના નિવેદન બદલ તેમની ટીકા કરી હતી. ટીએમસીના આઈટી ચીફ દેવાંશુ ભટ્ટાચાર્યએ કહ્યું, "મોદીજી ગેસ અને એલપીજીના ભાવ વધારીને સત્તામાં આવ્યા. શું પરેશ રાવલ આ ભૂલી ગયા છે? જ્યારે ગેસના ભાવ વધે છે, ત્યારે તેની અસર હિંદુ અને મુસ્લિમ બંનેને થાય છે. તે શરમજનક છે, જેમણે ફિલ્મો બનાવી છે. ઓહ માય ગોડની જેમ ધર્મના ધંધાનો વિરોધ કરવાની વાત કરી,ચૂંટણી વખતે ગુજરાતમાં માત્ર બે મત મેળવવા માટે આવી વાતો કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application