Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથને નુકસાન પહોંચાડવા બદલ આઇએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક લિમિટેડ સામે એફઆઇઆર

  • June 03, 2023 

કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથને ૬૫૨૪ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવા બદલ સીબીઆઇએ આઇએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક લિમિટેડ અને તેના તત્કાલીન ડાયરેક્ટરો સામે એફઆઇઆર દાખલ કરી છે.



એફઆઇઆરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એે મુંબઇ સ્થિત આઇએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક લિમિટેડ (આઇટીએનએલ) તથા તેના ડાયરેક્ટરો કરુણાકરણ રામચંદ, દીપક દાસ ગુપ્તા, મુકુંદ ગજાનન સપ્રે અને તત્કાલીન ચીફ ફાઇનાન્સિઅલ ઓફિસર (સીએફઓ) દિલીપ લાલચંદ ભાટિયા સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો કેસ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ જોગવાઇઓ હેઠળ દાખલ કર્યો છે.


સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે આરોપીએ કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા ૧૯ બેંકોના જૂથ સાથે છેતરપિંડી કરવા માટે ગુનાહિત કાવતરું ઘડયું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા લેવામાં આવેલી લોનની રકમને ૨૦૧૮માં એનપીએ જાહેર કરવામાં આવી હતી. જ્યારે ૨૦૨૧માં તેને છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી.સીબીઆઇને કરેલી ફરિયાદમાં કેનેરા બેંકે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ લોનની રકમનો છેતરપિંડી, ફંડનું ડાયવર્ઝન કરીને દુરુપયોગ કર્યો હતો. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે આરોપીઓના ગુનાહિત કાવતરાને પગલે બેંકોને કુલ ૬૫૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News