ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તાજેતરમાં 200થી વધુ રેસ્ટોરન્ટ પર દરોડા પાડયા હતા. દરોડા પાડવામાં આવેલી રેસ્ટોરન્ટમાં આરોગ્ય અને સ્વચ્છતાનું બિલકુલ ધ્યાન રાખવામાં આવતું નહોતું. આ કાર્યવાહી ઓગસ્ટ મહિનાથી ચાલી રહી છે. તેમ જ સેફ્ટી નિયમોના ઉલ્લંધન બદલ 22 રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, તપાસ સમયે એફડીએએ જોયું કે, મુંબઈની અનેક રેસ્ટોરન્ટ અને હોટેલોમાં સ્વચ્છતાનો અભાવ છે, તેમજ રસોડામાં પણ સ્વચ્છતા નથી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે સ્ટાફ માથા પર ટોપી અને હાથમાં ગ્લોવ્સ વિના કામ રતા નજરે ચડયા હતા જે સેફ્ટી નિયમોના વિરુદ્ધ છે. એફડીએના જોઇન્ટ કમિશનરે આ મુદ્દે જણાવતા કહ્યું હતું કે, દર વર્ષે તેઓ વિવિધ રેસ્ટોરન્ટ તપાસ કરે છે. પરંતુ આ વખતે ઓગસ્ટથી તેઓએ તપાસ વધુ તીવ્ર કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણાં રેસ્ટોરન્ટ સેફ્ટી નિયમનું ઉલ્લંધન કરે તેમ જ ઘણા રેસ્ટોરન્ટ પાસે કોઈ ફૂડ લાયસન્સ પણ નથી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, 15 મોટી હોટેલમાંથી જે નવ હોટેલ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે તે ઓક્ટોબરમાં બંધ કરવામાં આવી હતી.
જેમાં માટુંગાની બનાના લીફ, કાંદિવલી વેસ્ટની ન્યુ યોર્ક બુરીટો, અંધેરી પૂર્વની હોટેલ હાઇવે ઇન અને ઓબેરોય દ્વારા કુ કુ જે બીકેસીની જીયો વર્લ્ડ ડ્રાઇવ ખાતે આવેલી ફ્રેન્ચ-શૈલીની બેકરી વગેરનો તેમાં સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે શહેરની રેસ્ટોરન્ટ્સ અને કાફેની મુલાકાત આગળ પણ આમ જ લેતી રહેવાશે તેની ખાતરી કરવા માટે તેઓ 2006નાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ કલમમાં નિર્ધારિત માર્ગ ર્શિકાનું પાલન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500