હરિયાણામાં 11 હજાર ટન ઘઉં સડી જવાનાં મામલામાં તપાસ રિપોર્ટ આવ્યો છે. જયારે 22 કરોડનાં ઘઉંના સડવા પર તપાસ સમિતિ બેઠી હતી. જોકે આ તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વરસાદ, ભેજ અને સૂર્યપ્રકાશની સાથે ઘઉંનાં સડવા માટે FCI જવાબદાર છે. તપાસ સમિતિએ હરિયાણા ખાદ્ય પુરવઠા વિભાગનાં અધિકારીઓને ક્લીનચીટ આપી છે. તેમજ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘઉં માત્ર 6 મહિના માટે ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા.
પરંતુ FCIએ ત્રણ વર્ષ સુધી ઘઉં ઉપાડ્યા ન હતા જેના કારણે ઘઉં સડી ગયા હતા. હરિયાણા સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. હરિયાણા ખાદ્ય પુરવઠા વિભાગે કૈથલનાં 5 અધિકારીઓને બગડેલા ઘઉંની ભરપાઈ કરવા કહ્યું હતું. કૈથલ ફૂડ સપ્લાય ઓફિસર પ્રમોદ શર્માએ કહ્યું હતું કે, આ મામલામાં જે પણ નુકસાન થશે તે ત્યાં તૈનાત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે. નુકસાનની રકમ 5 લોકો પાસેથી વસૂલવામાં આવશે. અમે આ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application