Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી તા.10 થી 12 જુન સુધી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ હળવાથી હળવા વરસાદની આગાહી

  • June 08, 2022 

જુન મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજનાં મંડાળ થઇ જતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ લાવતા નેઋત્યના પવન સક્રિય થયા છે. પરંતુ વરસાદની વિધિવત આગાહી થઇ નથી. તેમ છતા આગામી તા.10 થી 12 જુન સુધીમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ અતિ હળવાથી હળવા વરસાદની આગાહી થઇ છે. હવામાન કચેરીના પ્રવકતના જણાવ્યા મુજબ, સુરતનું અધિકતમ તાપમાન 33.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા, હવાનું દબાણ 1004.3 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.



સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મિશ્ર હવામાન સાથે સતત દક્ષિણ-પશ્રિમ દિશામાંથી નેઋત્યના પવન ફુંકાઇ રહ્યા છે. હવામાન વિદોના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં આંશિક અંશે ઘટાડાની શકયતા છે. હવામાં ભેજનું વધુ પ્રમાણ જળવાશે અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 16 થી 18 કિ.મીની ઝડપે પવન ફુંકાશે. આ પવનની ગતિ સાથે જ 10 થી 12 જુન રોજ કેટલાક છુટા છવાયા સ્થળોએ અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે. જોકે,હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ કેરળમાં ચોમાસુ નબળુ પડયુ હોવાથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત કયારે થશે તેની જાહેરાત થઇ નથી. પરંતુ હાલ તો આ ત્રણ દિવસ વરસાદની શકયતાઓના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application