Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં આવક-જાતિના દાખલા માટે અરજદારોને પડતી ભારે મુશ્કેલી

  • May 19, 2022 

વાલોડ તાલુકામાં વિદ્યાર્થીઓને જાતિ-આવક અંગેના દાખલા મેળવવામાં પડી રહેલી હાલાકીથી સરકારી તંત્ર વિરુદ્ધ રોષ ભભુકી રહ્યો છે.હાલમાં સરકાર ડીઝીટલ ઇન્ડીયાની વાતો કરી રહી છે પણ આવક અને જાતિના દાખલા કઢાવવામાં ખુબ તકલીફ પડી રહી છે.વાલોડ મામલતદાર કચેરીમાં જાતિ અને આવકના દાખલાઓ માટે મોટી લાઇનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.


વાલોડ મામલેતદારશ્રી રજા પર હોવાથી વાલોડ તાલુકાના વિધાર્થીઓ અને તેમના વાલીઓ જાતી-આવકના દાખલા માટે અટવાતા જોવા મળી રહ્યા છે. ત્યારે મામલતદાર સાહેબ રજા પર ઉતરી ગયા પરંતુ તેઓએ પોતાની જગ્યાએ સ્વતંત્ર સત્તા  કોઈ ને આપી નથી ગયા અર્થાત મામલતદાર ગેરહાજર હોય તેમની જગ્યાએ કોઈ માન્ય ઉચ્ચ અધિકારીને સહી સિક્કા કરીને આવક-જાતિનો દાખલો કાઢી આપીને વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, પ્રવેશ પ્રક્રિયાનો ટુક સમય હોય અને મામલતદાર રજા પર ઉતરી ગયા છે ત્યારે વાલોડ માલતદાર વતી જાળવણી માટે ડોલવણ મામલેદારને જણાવવામાં આવ્યું છે.ત્યારે ડોલવણ મામલેદારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને કોઇ પણ  વાલોડ તાલુકાના જરૂરી કાગળ કે દાખલા ઉપર સહી કરવાની સત્તા વાલોડ મામલતદાર દ્વારા આપવામાં આવી નથી.


ચાલુ વર્ષ દરમ્યાન ધોરણ-૧૨ના પરિણામો જાહેર થતાં વાલોડ તાલુકાના વિદ્યાર્થીઓ જે તે સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા મથામણ કરી રહ્યાં છે.જેમાં સંસ્થાઓમાં ફી માં માફી અને શિષ્યવૃત્તિ માટે આવક અંગેના દાખલાની જરૂર હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આવક-જાતિના દાખલા મેળવવા દોડધામ કરી રહ્યાં છે.


આ અંગે પ્રથમ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવક પંચકેશ દાખલો લેવો પડે છે. ત્યાર બાદ તાલુકા મથક ખાતે જઈ સ્ટેમ્પ પેપર ઉપર જરૂરી સોગંધનામું કરાવવું પડે છે અને નાયબ મામલતદાર-મામલતદારની સહીઓની પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડે છે.પરંતુ કેટલીકવાર કચેરીમાં અધિકારીઓ મળતા નથી અને જ્યારે મળે ત્યારે ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓને તેઓ દાખલા આપે છે. બીજા અનેક વિદ્યાર્થીઓ તાલુકા મથક પર આવવાનું ભાડું-ભથ્થું અને સમયનો બગાડ કરે છે પરંતુ તેઓના કામ થતાં નથી.ખાસ કરીને અહીના આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફોડી બની છે. તેમજ વાલોડ મામલતદાર કચેરી ખાતે અધિકારી હાજર ન રહેતા વિદ્યાર્થીઓને ઝડપી દાખલા મળતા નથી અને કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે તંત્રના અધિકારીઓ આ બાબતને ગંભીરતા લઇ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કામગીરી હાથ ધરે તે જ સમયની માંગ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News