Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી : વ્યાજખોર હોટલના માલિકે વસુલ્યું ચામડાતોડ વ્યાજ, પોલીસ તપાસ કરે તે જરૂરી

  • December 20, 2022 

સોનગઢ નગર એક નહી બે નહી પરંતુ ૧૫થી વધુ લોકો વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરી રહ્યા છે, કેટલાક કાયદેસર ધંધો કરી રહ્યા છે તે કેટલાક ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા માર્કેટમાં ફેરવી રહ્યા છે, જેમાં નાના ધંધાર્થીઓ, શાકભાજી વાળા, નાના વેપારીઓ તેમજ આર્થીક રીતે નબળા લોકો આ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઈ રહ્યા છે.તેમ શંકાને કોઈ સ્થાન નથી. સતત એક માસથી તાપીમિત્ર અખબારમાં વ્યાજખોરો વિરુદ્ધ અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા કેટલાકે લેણદારો સાથે સમાધાન કરી લીધું તો કેટલાકે પોલીસધાકથી બારોબાર પતાવટ કરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે,જોકે પોલીસે એકપણ વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી નથી. જેના કારણે વ્યાજખોરોને પણ મોકળું મેદાન મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.




વ્યાજખોરો દ્વારા ઊંચું વ્યાજ વસુલી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે ?? તાપીમિત્ર અખબારના મોબાઈલ નંબર ૭૮૨૦૦૯૨૫૦૦ પર સંપર્ક કરી માહિતી આપી શકો છે. વ્યાજખોરોનો અસલ ચહેરો સમાજ સામે ખુલ્લો પડીશું

આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢમાં વ્યંજકવાદીઓના ત્રાસથી એક હોટલ સંચાલકનું જીવવવું મુશ્કેલ બની ગયું છે. નગરમાં જ રહેતા હોટલના સંચાલકના પરિવારમાં રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સોનગઢના જેસિંગપુરા ટેકરા પર નેશનલ હાઇવે નંબર ૫૩ની અડીને આવેલ એક હોટલનો માલિક કમલેશભાઈ પાસેથી ૬ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.ત્યારબાદ કમલેશભાઈ ચામડાતોડ વસુલાત શરૂ કરી હતી,


એટલું જ નહી સામે વ્યક્તિ પાસેથી લીધેલા ચેકોમાં છેકછાક કરી ખોટી રકમ ભરી બેંકઅમ ચેક બાઉન્સ કરાવ્યા બાદ, દરરોજનું ૬ હજાર રૂપિયા માત્ર વ્યાજ-વ્યાજ જ વસુલાત કર્યું છે, જેના કારણે કમલેશભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિ અને તેનો પરિવાર પણ આ વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબુર બન્યું છે, જોકે આ મામલે અત્યાર સુધી પોલીસ દ્વારા તપાસ સુધ્ધાં કરવામાં આવી નથી.




શું હતો સમગ્ર મામલો ??

જરૂરિયાત સમયે રૂપિયા ૬ લાખ વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિએ સોનગઢ નગરના જેસિંગપુરા ટેકરા પર હોટલ ચલાવતો કમલેશભાઈ નામના વ્યાજખોરને અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલી રકમ પરત આપી દીધા છે.જોકે વ્યાજખોર કમલેશભાઈએ ચેક પણ લીધા હતા જોકે તે સમયે ચેકમાં માત્ર ૨૮,૫૦૦/- ની રકમ ભરવામાં આવી હતી બાદમાં આ વ્યાજખોરે ચેકમાં એક ૦ વધારી ચેકની રકમ ૨,૮૫,૦૦૦/- કરી નાંખી હતી અને હોટલના સંચાલકના બેંકખાતમાં રૂપિયા નહી હોવાછતાં ઇરાદાપૂર્વક બેંકમાં ચેક જમા કરાવી ચેક બાઉન્સ કરાવ્યો હતો અને હવે કોર્ટ કેસ કરવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. 


જોકે કેટલાક વ્યાજખોરોને બચાવવા માટે નગરના કેટલાક રાજકારણીઓ વચ્ચે પડી સમાધાન કરાવતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર બાબતે તાપી જિલ્લાના એસપી ગંભીરતા દાખવી સોનગઢ સહિત જીલ્લાભરમાં ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ લાયસન્સ મેળવ્યું છેકે નહીં ?? લાયસન્સ વગર વ્યાજે રૂપિયા આપતા કેટલા વ્યાજખોરો છે ?? જેવાની માહિતી ભેગી કરવા સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપી કસુરવારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.





એસપીને ફરિયાદ બાદ માત્ર એક સામે જ કાર્યવાહી

વ્યાજખોરો વિરુદ્ધ જિલ્લા એસપીને કરવામાં આવેલ ફરિયાદ બાદ સ્થાનિક પોલીસ દ્વારા માત્ર સોનું ગુપ્તા નામના વ્યાજખોર સામે દેખાડવા પુરતી કાર્યવાહી કરવામાં આવી છે, જોકે સોનગઢના ચાટ બજારમાં નાસ્તાની દુકાન ચલાવતો નારાયણ પાટીલ પાસેથી ફરીયાદીએ ત્રણ વર્ષ પહેલા ટુકડા ટુકડામાં કુલ રૂપિયા ૫ લાખ ૫ ટકાના વ્યાજે લીધા હતા ત્રણ વર્ષમાં નારાયણ પાટીલને આજદિન સુધીમાં કુલ ૬ લાખથી વધુની રકમ માત્ર વ્યાજ પેટે જ આપી ચૂકવી દેવામાં આવ્યા છે,

નારાયણ પાટીલે પણ ફરીયાદી પાસેથી બે ચેક અને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવી લીધું હતું, વ્યાજે લીધેલા ૫ લાખની સામે ૬ લાખથી વધુની રકમ માત્ર વ્યાજ પેટે ચુકવવામાં આવી હોવા છતાં નારાયણ પાટીલ વ્યાજ સાથે ૯ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. જોકે આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી જવાબ સુધ્ધા લેવામાં આવ્યા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application