Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરવિંદમ્ બાગચી જીનીવા સ્થિત યુનોની કચેરીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પદે નિયુક્ત થશે

  • October 05, 2023 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદમ્ બાગચી જીનીવા સ્થિત યુનોની કચેરીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ (રાજદૂત) પદે નિયુક્ત થવાના છે તેમ માહિતગાર સૂત્રો જણાવે છે. બાગચીના સ્થાને G-20 સમિટ સમયે જોઈન્ટ સેક્રેટરીપદે હતા તે નાગરાજ નાયક કાકાનુર કે.કે.નંદીની સિંગલાના નામ ચર્ચાઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. નંદિની અત્યારે મોરેશ્યસમાં હાઇ કમિશ્નર પદે છે. 1995ની બેચના ઇન્ડીયન ફોરેન સર્વિસ (આઇએફએસ)ના બાગચીએ 2021માં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો હોદ્દો માર્ચ 2021માં સંભાળ્યો હતો તેઓની કારકિર્દી ઘણી કઠોર પણ હતી. કોવિદ-19 મહામારી અને ચીન સાથેના લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલ.એ.સી.) પર થયેલા સંઘર્ષ સમયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે તેઓની શક્તિ અને સમજદારીનું પ્રમાણ નિશ્ચિત થઈ ગયું હતું.



વાસ્તવમાં તેઓને એડીશનલ સેક્રેટરી (વિદેશ મંત્રાલય) પદે નિયુક્ત કરાયા ત્યારથી તેઓને કોઈ પણ સ્થળે રાજદૂત પદે નિયુક્ત કરાશે તેમ માનવામાં આવતું હતું પરંતુ G-20 શિખર પરિષદ સુધી તે નિર્ણય મોકુફ રખાયો હશે તેમ પણ જાણકારોનું કહેવું છે. કાકાનુરની વાત લઈએ તો G-20ના શેરપા અમિતાભ કાંત સાથે રહી G-20નું સંયુક્ત નિવેદન ઘડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવીહતી. તેઓ 1998ની બેચના આઇએફએસ અધિકારી છે તેઓ મેન્ડેરીન (ચાઇનીઝ) ભાષા બહુ સારી રીતે બોલી શકે છે. 2002-03 દરમ્યાન તેઓ બૈજિંગમાં હતા. 2003-06 સુધી હોંગકોંગ કોન્સ્યુલેટમાં પણ હતા. કે નંદિની સિંગલા 1997ની બેચના આઇએમએફ અધિકારી છે તેઓ 2016-20 દરમિયાન પોર્તુગલમાં રાજદૂત પદે હતા બાંગ્લાદેશ રાજદૂત પદે તેઓ 2005-08 રહ્યા હતા તેઓની વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા થશે તો 2001-02 દરમિયાન તે પદે રહેલા નિરૂપમા રાવ પછી તેઓ વિદેશ મંત્રાલયના બીજા મહિલા પ્રવકત્તા બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application