કોરોના સંક્રમનના વધતા જતા વ્યાપ બાબતે પ્રજાજનોમા સાચી જાણકારી, અને જરૂરી માર્ગદર્શન પહોંચાડવાના ભાગરૂપે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે.
કોરોના સંક્રમણ રોકવા સાથે પ્રજાજનોને વેકસીન થી સુરક્ષિત કરવા બાબતે ડાયેટના પ્રાચાર્ય શ્રી બી.એમ.રાઉત તથા તેમની ટીમે વઘઇ પાસે આવેલા ઝાવડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તાર હેઠળના ગામોમા લોકજાગૃતિ કેળવી હતી.
આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝાવડામા સમાવિષ્ટ ગામો પૈકી ડુંગરડા, બોરીગાવઠા, ચિકાર, કોયલીપાડા, વાંઝટઆંબા, વાનરચોન્ડ, ઉગા ચિચપાડા, આંબાપાડા, અને ઝાવડા ગામે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરપંચો, ગામના પોલીસ પટેલો, કારભારીઓ, ગામની આશા, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મીઓ, તથા સંબંધિત શાળાના આચાર્યો સાથેની ટાસ્ક ફોર્સ કમિટિ બનાવી, તેમની સાથે જે તે ગામોમા શ્રેણીબદ્ધ બેઠકો આયોજિત કરવામા આવી હતી.
દરમિયાન પાત્રતા ધરાવતા વધુ મા વધુ ગ્રામજનો રસીકરણ માટે આગળ આવે તે માટે ઝાવડા પી.એચ.સી. ના લાયઝન અધિકારી અને ડાયેટના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉત દ્વારા આહવાન કરવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500