સોનગઢનાં મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા મલંગદેવ વિસ્તારમાં ગત તા.17 ઓક્ટોબરનાં રોજ ભારે વરસાદ આવતાં ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. સોનગઢનાં દક્ષિણ વિસ્તારમાં આવેલા મલંગદેવ, ખપાટિયા, ગોલણ, વીરથવા, મહોપાડા, કરવંદા, લાંગડ, માળ અને સાદડુમાં ગતરોજ સાંજે કલાક સુધી પડેલા ભારે વરસાદનાં કારણે ખેતી-પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ડાંગરનો પાક તૈયાર થઈ જતા ઘણા ખેડૂતોએ પાક કાપીને કેરીમાં જ સુકવવા માટે મૂક્યો હતો.
તે સુકાવા મુકેલો પાક પલળી જતા આ પલળેલો ડાંગરનો પાક બજારમાં વેચી શકાય તેમના હોવાથી ખેડૂતોની આખા વર્ગની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત ઉભો ડાંગરનો પાક જે કાપવામાં નથી આવ્યો તે પણ ભારે વરસાદનાં કારણે જમીનદોસ્ત થઈ જતા નુકસાન થયું છે આ વખતે મલંગદેવ વિસ્તારના ડાંગરની ખેતી કરનાર મોટે ભાગનાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. ડાંગરનાં પાક ઉપરાંત જુવાર, નાગલી, વરી, મકાઈ, અડદ અને મગફળીનાં પાકને અસર થઈ છે.
સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારના આકાશી ખેતી પર નભતા આદિવાસી ખેડૂતોનો જો ચોમાસુ પાક નિષ્ફળ જાય કે નષ્ટ થાય તો અહીંના ખેડૂતો માટે આખું વર્ષ જીવવું મુશ્કેલ બની જતું હોય છે આ વિસ્તારના ખેડૂતો સિંચાઈના અભાવે વર્ષમાં માત્ર એકવાર ચોમાસું ખેતી કરે છે અને તેમાંથી મળતી આવકમાંથી તેઓએ આખું વર્ષ ઘર ચલાવવાનું હોય છે તે ચોમાસું પાક જ નકામો થઈ જતા આ વિસ્તારનાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500