Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોથી વખત પિતા બનવાની ખુશી વ્યક્ત કરતા એક્ટર અર્જુન રામપલે પોસ્ટ શેર કરી

  • July 21, 2023 

બોલીવુડ એક્ટર અર્જુન રામાપલ છેલ્લા કેટલાક સમયથી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડેની બીજી પ્રેગનન્સીને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે ગુરૂવારનાં રોજ બંનેએ પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. જેનું એલાન એક્ટરે સોશિયલ મીડિયા દ્વારા સ્પેશિયલ પોસ્ટ કરીને કર્યું છે. એક્ટરની આ સ્પેશિયલ પોસ્ટ પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને કપલને પ્રેમ આપતા નજર આવી રહ્યા છે. જયારે વર્ષ 50 વર્ષની ઉંમરમાં ચોથી વખત પિતા બનવાની ખુશી વ્યક્ત કરતા એક્ટર અર્જુન રામપલે પોસ્ટ શેર કરી છે. જેમાં એક ટુવાલની તસવીર છે અને તેના પર લખ્યુ છે..Hello World. આ ખાસ ફોટો સાથે એક્ટરે કેપ્શનમાં લખ્યું કે, મને અને મારા પરિવારમાં આજે એક ખૂબસુરત બોબી બોયનો જન્મ થયો છે.



જેમાં માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ટોક્ટર્સ અને નર્સીસની ટીમનો આભાર. અમારી ખુશીનું ઠેકાણું નથી. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. #20.07.2023 #helloworld. અર્જુન રામપલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ છેલ્લા ઘણા વર્ષોથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. એક્ટર પોતાની પહેલી પત્ની મેહર જેસિયા સાથે ડિવોર્સ બાદથી ગેબ્રિએલા સાથે રિલેશનશિપમાં છે. બંનેને પહેલાથી એક પુત્ર છે જેનું નામ આરિક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application