ઓડિશાના બાલાસોર જિલ્લામાં શનિવારએ ચેન્નઈ જઈ રહેલી એક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ ત્યારબાદ તેઓ વીજપોલ સાથે ટકરાઈ ગઈ હતી. દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય CPRO ઓમ પ્રકાશ ચરણે જણાવ્યું કે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
મળતી માહિતી અનુસાર, તેમણે જણાવ્યું કે, દુર્ઘટના બાલાસોરમાં સબિરા રેલવે સ્ટેશનની નજીક બની છે. ન્યૂ જલપાઈગુડી-ચેન્નઈ એક્સપ્રેસ કોલકાતાથી આવી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનના એન્જિનમાં કેટલીક સમસ્યા હતી, જેના કારણે આ દુર્ઘટના બની. જોકે આ મામલે તપાસ કરાઈ રહી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ અગાઉ બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટના બની હતી, જેને એક વર્ષથી વધુ સમય થઈ ગયો. તે સમયે જિલ્લામાં ત્રણ રેલવે દુર્ઘટનાઓમાં 296 લોકોના મોત થયા હતા અને 1200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગત કેટલાક વર્ષોમાં ભારતની સૌથી ગમખ્વાર રેલવે દુર્ઘટનાઓમાંથી એક હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application