Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સપ્ટેમ્બરમાં રેડીમેડ ગારમેન્ટ્સની નિકાસ ૧૭.૩ ટકા વધીને ૧.૧ બિલિયન ડોલર થઈ

  • October 20, 2024 

સપ્ટેમ્બરમાં રેડીમેડ ગારમેન્ટ્સની નિકાસ ૧૭.૩ ટકા વધીને ૧.૧ બિલિયન ડોલર થઈ છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિકાસ ૮.૫ ટકા વધીને ૭.૫ બિલિયન ડોલર થઈ છે.  ફેબ્રુઆરીમાં વૃદ્ધિ પાછી આવી હતી અને એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૧ ટકા સંકોચનને બાદ કરતાં ચાલુ નાણાકીય વર્ષમાં વસ્ત્રોની નિકાસ હકારાત્મક ઝોનમાં રહી છે. ભારતની રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં વૈશ્વિક ગતિરોધ અને સતત ફુગાવાના દબાણ છતાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ છે. મોટા વસ્ત્રોની નિકાસ કરતા દેશોમાં પણ તાજેતરના મહિનાઓમાં રેડીમેડ ગાર્મેન્ટ નિકાસ વૃદ્ધિમાં મંદી જોવા મળી છે તેમ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું.


ભારતની કપડાની નિકાસ એક દાયકા કરતાં વધુ સમયથી સ્થગિત છે. ૨૦૧૩ અને ૨૦૨૩ ની વચ્ચે તે ૧૩.૯ બિલિયન ડોલરથી વધીને ૧૪.૫ બિલિયન ડોલર થઈ હતી, જે માત્ર ૪.૬ ટકાની સંચિત વૃદ્ધિ છે. આ સમયગાળા દરમિયાન વિયેતનામ અને બાંગ્લાદેશના વસ્ત્રોની નિકાસ ભારત કરતાં ઘણી આગળ વધી હતી. ભારત કેટલાક ટોચના વસ્ત્રોના બજારોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન યુએસએમાં રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં ૯.૭ ટકા, યુકેમાં ૬.૧ ટકા, જર્મનીમાં ૭.૨ ટકા, સ્પેન ૧૬ ટકા અને નેધરલેન્ડ્સમાં ૨૭.૮ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૪ના સમયગાળા દરમિયાન દક્ષિણ કોરિયામાં ૧૭.૩ ટકા, જાપાનમાં ૮.૫ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૯.૩ટકા, મોરેશિયસ ૧૩ ટકા, વગેરેની નિકાસ સાથે ઘણાં ભાગીદાર દેશોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application