ભારતમાંથી અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં ઈજનેરી ઉત્પાદનોની નિકાસ ઓક્ટોબરમાં વધી છે. જોકે યુરોપિયન યુનિયન, ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં નિકાસમાં ઘટાડો થયો હોવાનું સરકારી ડેટા પરથી જાણવા મળ્યું છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન મંદી પછી, ભારતની એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસ ઓક્ટોબરમાં સતત ત્રીજા મહિને 7.2 ટકાની સકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી હતી.
જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં આવા ઉત્પાદનોની નિકાસ વૃદ્ધિમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, વિકસિત દેશોમાં, ખાસ કરીને યુરોપિયન યુનિયનમાં માંગમાં ઘટાડાએ ભારતીય ધાતુના નિકાસકારો માટે સમસ્યા ઊભી કરી છે. યુરોપિયન યુનિયન અને ઉત્તર અમેરિકાના દેશો દ્વારા ભારતીય નિકાસકારો પર લાદવામાં આવેલા અવરોધોને કારણે સ્થિતિ વધુ વણસી છે. ઑક્ટોબરમાં યુએસમાં એન્જિનિયરિંગ નિકાસનું મૂલ્ય 1.39 બિલિયન ડોલર હતું, જે ગયા વર્ષ કરતાં 2.2 ટકા વધુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500