ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ઘરમાં ચર્જિંગમાં રાખેલા મોબાઇલમાં અચાનકથી શોર્ટ-સર્કિટ પછી વિસ્ફોટમાં ઘરમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક જ પરિવારના છ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તે જ પરિવારના ચાર બાળકોનું આગમાં મૃત્યુ થયું હતું. શનિવારે મોડી રાતે બનેલી આ ઘટનાની જાણ થતાં દરેક જખમીને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ ગંભીર હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
મૂળ મુઝ્ફ્ફરનગરમાં રહેતા જોની તેના પરિવાર સાથે મેરઠની જનતા કોલોનીમાં ભાડાં પર રહેતો હતો. હોળીના તહેવારમાં જોની તેની પત્ની બબીતા અને તેના બાળકો સારિકા (10), નિહારિકા (8), ગોલું (60 અને કાલૂ (5) સાથે ઘટના દરમિયાન ઘરમાં જ હતો. જોનીએ પોતાનો મોબાઇલ ચર્જિંગ પર લગાવ્યો હતો અને તે દરમિયાન ઈલેક્ટ્રિક બોર્ડમાં શૉટ સર્કિટ થતાં મોબાઇલમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ પછી રૂમમાં રાખેલા કપડાં અને ગાદલાંને આગ લાગતા તે આખા ઘરમાં આગ ફેલાઈ હતી.
આગ લાગવાની જાણ થતાં જોની તેની પત્ની અને બાળકોને બચાવવામાં માટે પ્રયત્ન કરી રહ્યો હતો તે વખતે તે પણ આગની લપેટમાં આવી જતાં તેને ગંભીર ઇજા થઈ હતી. ભીષણ આગને લીધે થયેલા આસપાસમાં બધા એકઠાં થઈ ગયા હતા. જોનીના પાડોશીઓએ જોની અને તેના પરિવારને ઘરમાંથી બહાર કાઢ્યો હતો અને દરેકને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા નિહારિકા અને કાલૂનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું અને બીજી સવારે બીજા બે બાળકોનું પણ મૃત્યુ થયું હતું અને જોની અને તેની પત્નીને હાલત નાજુક હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
આ આગની ઘટનાને લઈને એક અધિકારીએ કહ્યું હતું કે ચાર્જિંગમાં લગાવવામાં આવેલા મોબાઇલમાં સ્ફોટ થતાં એક જ પરિવારના ચાર બાળકના મોત સહિત છ લોકોને ઇજા થઈ હતી. એક મોટા વિસ્ફોટનો અવાજ બાદ ઘરમાં આગ લાગી હતી ત્યાર બાદ આગમાં સપડાયા લોકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી. આગના બનાવમાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500