Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી 181 મહિલા ટીમની કામગીરી : વ્યસન કરી અવારનવાર ઝઘડો કરી પરિવારને હેરાન કરતા શખ્સને સમજાવ્યો

  • September 26, 2024 

નિઝર તાલુકાનાં એક વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બહેનએ ફોન કરી જણાવ્યું કે, મારો ભાઈ વ્યસન કરી અવારનવાર ઝઘડો કરી હેરાન કરે છે. જેથી મદદ માટે બોલાવતા 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પીડિત બહેન સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, તેમનો ભાઈ તેમને અને તેમના માતા-પિતાને દરરોજ વ્યસન કરી હેરાનગતિ કરે છે સાથે જ તેમની પત્ની તથા છોકરાઓનું પણ રાખતો નથી તથા પિડીત બહેન સાથે મારપીટ પણ કરે છે.


તેમજ કામ ધંધો કરતો નથી અને ઘરમાં પૈસા આપતો નથી પરંતુ જો કોઈક દિવસે મજુરી કામ કરવા જાય તો પૈસાનો વ્યસન કરી જાય છે અને ઘરે આવી હેરાનગતિ કરી મારપીટ કરી ઘરમાં વસ્તુઓની તોડફોડ  કરી નાંખે છે. જેથી તેમનો ભાઈ અવારનવાર ઝઘડો કરી મારપીટ કરવા હાથ ઉપાડતા અને માતા-પિતાને અપશબ્દો બોલી હેરાન કરે છે  જેથી પિડીત બહેનએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. આમ, અભયમ ટીમ નિઝર સ્થળ પર પહોંચી ભાઈની સમજાવટ હાથ ધરી હતી. આ રીતે બેન સાથે દુવ્યવહાર કરવો અપરાધ હોય જેની સજા થઈ શકે છે. તેમજ મોટાભાઈ હોય જેથી પરિવારની કાળજી લેવાની ફરજ છે તે સહિતનું કાઉન્સિલિંગ કરતા ભાઈને ભૂલોનો અહેસાસ કરાવતા તેને માફી માંગીને ફરીથી હેરાન નહીં કરવાની બાંહેધરી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application