વિશ્વનાં અનેક દેશોમાં કોરોના વેક્સિનનો ત્રીજો અને ચોથો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે, જ્યારે ભારતમાં વેક્સિનનાં બે ડોઝ લેનારા અનેક લોકોએ હજુ સુધી વેક્સિનનો એક પણ બુસ્ટર ડોઝ લીધો નથી. ત્યારે ભારતનાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે, હાલમાં ભારતમાં કોરોના વેક્સિનનાં ચોથા ડોઝની જરૂર નથી. હવે જ્યારે ચીન સહિતના દેશોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે ત્યારે દેશમાં વેક્સિનના બીજા બૂસ્ટર ડોઝની જરૂર છે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે.
નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર, દેશમાં મોટા ભાગનાં લોકોએ વેક્સિનનો ત્રીજો એટલે કે, પ્રથમ બુસ્ટર ડોઝ જ લીધો નથી ત્યારે હાલમાં વેક્સિનના ચોથા ડોઝ એટલે કે બીજા બુસ્ટર ડોઝની હાલમાં જરૂર નથી. આ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઇઆઇએસઇઆર), પુણેના ફેકલ્ટી સત્યજીત રથના જણાવ્યા અનુસાર, ભારતમાં ચીન જેવી સ્થિતિ સર્જાવાની કોઇ શક્યતા નથી. ભારતની સ્થિતિ ચીન કરતા ખૂબ જ અલગ છે. ભારતમાં એક વર્ષ પહેલા જ ઓમિક્રોન વેરિયન્ટની લહેર જોવા મળી હતી. અમેરિકા અને બ્રિટનમાં હાલમાં વેક્સિનના બે ડોઝ લેનારાઓને ત્રીજો અને ચોથો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500