Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક્ઝિક્યુટિવ એન્જિનિયર લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાયો, ACBએ કાર્યવાહી હાથ ધરી

  • November 07, 2022 

અંધેરીમાં મહાનગર પાલિકાનાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નાં અધિકારીએ 50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા. કંપનીમાં ગેરકાયદેસર શેડના બાંધકામ તોડવાની કાર્યવાહી ન કરવા લાંચ માગવામાં આવી હતી. જોકે લાંચ લેનારા એન્જિનિયર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કેસ નોંધી વધુ તપાસ આદરી છે. અંધેરીમાં BMCનાં કે-ઇસ્ટ વોર્ડમાં ફરજ બજાવતા એન્જિનિયરને તેની ઓફિસમાં લાંચની રકમ સ્વીકારતી વખતે ACBની ટીમે પકડયો હતો.

જોકે BMCએ તા.13 ઓક્ટોબરની કંપનીને શેડના ગેરકાયદે બાંધકામ માટે નોટીસ જારી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદી જે કંપનીમાં કામ કરે છે તેણે 19 ઓક્ટોબરનાં રોજ પોતાનો જવાબ આપ્યો હતો. પરંતુ આરોપી ઓફિસર સંતુષ્ઠ નહોતો. જેના પગલે પાલિકાએ 28 ઓક્ટોબરનાં શેડને તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી.ત્યારબાદ આરોપીએ ફરિયાદીને તેની ઓફિસમાં બોલાવ્યો હતો અને શેડનું ગેરકાયદે બાંધકામ ન તોડવા માટે કથિતરીતે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. દરમિયાન અધિકારીના ઘરેથી પણ મોટા પ્રમાણમાં રોકડ રકમ અને દાગીના મળ્યા હોવાનું કહેવાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application