Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા નવ કેન્દ્રો ઉપર યોજાશે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા- વિગત જાણો

  • July 31, 2021 

તા.૧/૮/૨૦૨૧ ના રોજ ડાંગ જિલ્લાના નવ સેન્ટરો ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ મામલતદાર (વર્ગ-૩) તથા નાયબ સેક્શન અધિકારી (વર્ગ-૩) ની સીધી ભરતી માટેની પ્રિલીમિનરી પરીક્ષા યોજાનાર છે.

 

 

 

 

સવારે ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના (૧) દીપદર્શન સ્કુલ-આહવા, (૨) આશ્રમ વિદ્યાલય-આહવા, (૩) તાલુકા પ્રાથમિક શાળા-આહવા, (૪) માધ્યમિક શાળા-પીમ્પરી, (૫) સરકારી માધ્યમિક શાળા-સાકરપાતળ, (૬) ઋતુંભરા કન્યા વિદ્યાલય-સાપુતારા, (૭) એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-સાપુતારા, (૮) સરકારી માધ્યમિક શાળા-સાપુતારા, તથા (૯) એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-માલેગામ ખાતે યોજાનારી આ પરીક્ષા કેન્દ્રોની આસપાસના સો મિટર ત્રિજ્યા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, તથા પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.એ.ગામીતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કાર્ય છે.

 

 

 

 

જે મુજબ પરીક્ષા કેન્દ્રોમા મોબાઈલ, કેલ્કયુલેટર જેવા વિજાણુ યંત્રો સાથે પ્રવેશવા ઉપર પાબંધી ફરમાવવા સાથે, સો મીટર ત્રિજ્યા વિસ્તારના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સુચના જારી કરવામા આવી છે. આ ઉપરાંત આ વિસ્તારમા ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા, સભા ભરવા કે બોલાવવા અને સરઘસ કાઢવા, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સુત્રો પોકારવા કે અફવા ફેલાવવાની પણ મનાઈ ફરમાવવામા આવી છે. આ હુક્મમાંથી અધિકૃત અધિકારી દ્વારા અધિકૃત કરેલી વ્યક્તિઓ, કર્મચારીઓ સહીત પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થતી સ્મશાન યાત્રામા જોડાયેલા ઈસમોને મુક્તિ આપવામા આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application