પતિ પત્ની વચ્ચે જગડા થવા આમ વાત છે પરંતુ કેટલીક વખત આ જગડો વિકરાળ સ્વરૂપ લઈ લે છે. ગોંડલમાં એવી જ એક ઘટના સામે આવી. જેમાં પૂર્વ પતી પત્નીના ઘર નીચે પહોંચી બૂમાબૂમ કરી મન ફાવે તેમ બોલવા લાગ્યો અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી પૂર્વ પતિના આ ધમકીથી કંટાળી પત્નિએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મળતી માહિતી અનુસાર ગોંડલમાં રહેતા કાજલબેનને સંતાનમાં ત્રણ બાળકો છે. તેમના લગ્ન હરેશભાઈ સાથે 2009ની સાલમાં થયા હતા. 5-6 વર્ષ લગ્ન જીવન સરખું ચાલ્યા બાદ બન્ને પતિ પત્ની વચ્ચે રોજ માથાકૂટ થતાં કાજલબેન તેમના મતા - પિતાને ઘેર આવી ગયા હતા ત્યાર બાદ રોજ રોજની માથાકૂટથી કંટાળી 2019માં બન્ને સહમતિથી છૂટાછેડા લઈ લીધા હતા અને કાજલ બેન તેમના પતિ અને મતા પિતાથી અલગ પોતાના ૩ બાળકો સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ તેમના પતિ તેમના ઘર નીચે આવી ધમાલ કરતા હોવાથી તેમને ઘર બદલવાની ફરજ પડે છે. આ વખતે પણ તેમના પતિ તેમની ઘર નીચે આવી ધમાલ કરી કિંજલ બેનનું નામ લઈ મન ફાવે તેમ બોલી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કંટાળી અંતે કિંજલ બેને પોતાના પૂર્વ પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ગોંડલના ભવનાથ વિસ્તારમાં રહેતી મહિલાના પૂર્વ પતિએ ધમાલ મચાવી મહિલાના ઘર બહાર જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવા તજવીજ કરી હતી. ફરિયાદી કાજલબેન બલદાણીયા (ઉ.વ.38, રહે ભવનાથ, ગોંડલ)એ જણાવ્યું હતું કે, હું હાલ મારા ત્રણ સંતાન સાથે મારા માતા પિતા તથા મારા પતિથી અલગ રહું છું. મારા લગ્ન 2009માં ભાવનગરમાં હરેશભાઈ પુનાભાઈ વાઘમશી સાથે થયેલ અને અમારે પાંચ થી છ વર્ષ સુધી લગ્ન ગાળો સારો ચાલેલ ત્યારબાદ અવારનવાર મારા પતિ મારી સાથે માથાકૂટ કરતા હોય જેથી હું મારા માવતરે રિસામણે આવી ગયેલ અને મારા ત્રણેય બાળકો સાથે આવેલ અને અમારે હવે લગ્નજીવન આગળ ચાલે તેમ ન હોય જેથી 2019 માં અમો બંનેએ રાજી ખુશીથી છુટાછેડા કરી લીધેલ અને હું મારા બાળકો સાથે મારા માતા - પિતાથી અલગ રહેવા લાગેલ.
ત્યારબાદ તા.22/04/23 ના બપોર પછી રાત્રે આઠેક વાગ્યા વખતે આ હરેશભાઈ મારા ઘર બહાર શેરીમાં આવેલો અને જોર જોરથી મારું નામ લઇ જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગેલ અને કહેલ કે ઘરની બહાર નીકળ આજે તને જાનથી મારી નાખવી છે અને આવી રીતે અવારનવાર મારા રહેણાક મકાન વાળી શેરીમાં આવી મન જેમ ફાવે તેમ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી મારે બીજે મકાન બદલાવાની ફરજ પડે છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500