Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : ગુજરાતમાં દારુ લાવવાની એવી કરી તરકીબ કે તાપી એલસીબી પોલીસ પણ રહી ગઇ ચકિત

  • August 20, 2023 

ગુજરાતમાં એક તરફ દારૂબંધીને લઇને સરકાર દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં બૂટલેગરો કોઇપણ પ્રકારે દારૂ ઘુસાડવાની તરકીબો અજમાવતા હોય છે.તાપી ખાતે એલસીબીએ એક જ દિવસમાં ઈંગ્લીશદારૂ સહિત અંદાજીત કુલ ૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરી સપાટો બોલાવી દીધો છે.આરોપીઓ આયુર્વેદીક દવાની બિલ્ટીની આડમાં મહારાષ્ટ્ર માંથી આયુર્વેદીક દવાની આડમાં દારુની હેરાફરી થતી હોવાનું તાપી એલસીબીએ પર્દાફાશ કર્યો છે.



સોનગઢન માંડલ ગામના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી

મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાશ્રીએ આપેલ સુચના અનુસંધાને તાપી એલસીબીના પીઆઈ આર.એમ વસૈયા સાહેબ અને તેમનો સ્ટાફ મોડીરાત્રે સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ તથા બીપીનભાઈ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે સોનગઢન માંડલ ગામના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમી વાળો એક આઈશર ટેમ્પો નંબર એમએચ/૦૫/ડીકે/૦૬૪૨ને અટકાવી પૂછ પરકછ કરતા ટેમ્પો ચાલકે આયુર્વેદીક દવાની બિલ્ટી  બતાવી ટેમ્પો દવા ભરી હોવાનું જણાવ્યું હતું.જોકે બાદમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાં ખાખી કલરના પૂંઠાના કુલ ૧૬૮ બોક્ષ માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારુ બોટલો/ટીન કુલ નંગ-૬૯૦૦ જેની કિંમત રૂપિયા ૭,૮૧,૨૦૦/-નો વિદેશીદારૂ મળી આવ્યો હતો. આ મામલે તાપી એલસીબીએ ટેમ્પો ચાલક (૧) ધનરાજ નિમ્બા કુંવર (૨) દિલીપ નામદેવ બોરસે બંને રહે.કોલીવાડ,ક્લસાડી ગામ તા.શહાદા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓની અટકાયત કરી ઈંગ્લીશદારુ/આઈશર ટેમ્પો/ આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૨,૮૪,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.




કામગીરી કરનાર એલસીબીની ટીમ

તાપી એલસીબીના પીઆઈ આર.એમ વસૈયા,હેડકોન્સ્ટેબલ જગદીશ જોરારામ,અનિરુધ્ધસિંહ,જયેશભાઈ લીલીકીયાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્ર મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ વસાવા તેમજ પેરોલ ફર્લોના હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજી, બિપીનભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ સેવજીભાઈ,રાહુલભાઈ,બ્રિજરાસિંહ રસિકસિંહ,વિનોદભાઈ ગોકળભાઈ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application