Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લ્યો બોલો....હવે પગરખાં પણ સલામત નથી,ઘરની બહાર મુકેલા બ્રાન્ડેડ બુટ-ચપ્પલની ચોરી કરતો શખ્સ CCTVમાં કેદ

  • May 27, 2023 

આજ સુધી સોના,ચાંદી,રોકડ સહિત કિંમતી વસ્તુઓની ચોરીના કિસ્સા તો છાશવારે આપણી સામે આવતા હોય છે. પરંતુ નવસારીમાં ચોરીની એક એવી ઘટના બની છે,જેને પોલીસ સહિત સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક એપાર્ટમેન્ટના સીસીટીવીમાં ચોર ઘરની બહાર મૂકેલા બુટ-ચંપલ ચોરતા નજરે પડી રહ્યો છે. આ મામલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.



મળતી માહિતી મુજબ,નવસારી શહેરમાં આવેલા જયશંકર પાર્ટી પ્લોટ પાસેની પુષ્પમ વિહાર સોસાયટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની છે. બુધવારે બપોરના સમયે એક શખ્સ સોસાયટીમાં પ્રવેશે છે અને સોસાયટીમાં આવેલ 4 માળના કેરવ એપાર્ટમેન્ટમાંથી મકાનની બહાર રાખેલા કિંમતી બુટ-ચપ્પલને થેલામાં ભરી ચોરી કરી ફરાર થાય છે. ચોરીની આ સમગ્ર ઘટના એપોર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં ચોર ફ્લેટની બહાર રાખેલા બ્રાન્ડેડ બુટ-ચપ્પલની ચોરી કરી થેલામાં ભરતા નજરે પડે છે.આ મામલે સોસાયટીના રહીશોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે પગરખાં ચોરી કરતા શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, પગરખાંની ચોરીની આ ઘટનાએ વિસ્તારમાં સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દીધા છે. આ ઘટના બાદ હવે રહીશો પોતાના કિંમતી પગરખાં ઘરની બહાર મુકવાને બદલે અંદર મુકવાનું શરૂ કરી દીધું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application