Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરેલુ હિંસા વિદેશમાં થાય તો પણ ભારતમાં કેસ થઈ શકે,વિગતવાર જાણો

  • April 20, 2023 

ભરૂચ જિલ્લાના લોકો ખુબ મોટી સંખ્યામાં પરદેશમાં વસવાટ કરે છે. સાથે જ મોટી સંખ્યામાં કન્યાઓના લગ્ન વિદેશમાં થયા છે ત્યારે હાલમાં જ બોમ્બે હાઇકોર્ટેનો મહત્વનો ચુકાદો આપતા કોર્ટે જણાવ્યું છે કે ઘરેલુ હિંસા વિદેશમાં થાય તો પણ ભારતમા કેસ થઈ શકે છે.


બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ ચુકાદો આપ્યો છે જેમા જર્મનીમાં થયેલી ઘરેલુ હિંસાની ઘટના અંગે પત્નીએ નાગપુરના મેજિસ્ટ્રેટની કોર્ટમા કેસ કર્યો હતો. જે અંગે જસ્ટિસ જી. એ. સાનપેએ ચુકાદામાં જણાવ્યું કે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ મહિલાને સમાજિક સુરક્ષા આપવાની જોગવાઈ છે. ગુનો કોઇપણ સ્થાને થયો હોય તો પણ મહિલા સુરક્ષા માટે હકદાર છે. આ કેસમાં દંપતીના લગ્ન વર્ષ 2020 મા થયાં હતા.બાદ પતિ જર્મની જતો રહ્યો હતો પછી પત્ની ગઇ હતી. જર્મનીમાં પતિ તથા સાસુ સસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જે અંગે પત્નીએ નાગપુર કોર્ટમા કેસ દાખલ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application