દીકરીનાં પરિવારજનો અથવા મિત્રો લાંબા સમય સુધી દીકરીનાં સાસરે રહેવું એ પણ ક્રૂરતા છે. કોલકાત્તા હાઇકોર્ટે 19 ડિસેમ્બર નાંરોજ આ આધાર પર એક વ્યક્તિને છૂટાછેડાની મંજૂરી આપી દીધી હતી. કોર્ટે ચૂકાદો આપતાં કહ્યું કે, પતિની મરજી વિરુદ્ધ પત્નીના મિત્રો અથવા પરિવારજનોનું લાંબા સમય સુધી તેમના ઘરમાં રહેવું ક્રૂરતા છે. ઘણી વખત આવા સંજોગોમાં જ્યારે પત્ની પોતે ઘરમાં હાજર ન હોય ત્યારે પરિવારજનોની હાજરીથી અરજદારના જીવન પર ઊંડી અસર પડી હશે.
મહિલાનાં પતિએ લગ્નનાં ત્રણ વર્ષ બાદ જ 2008માં છૂટાછેડાની ફાઇલ કરી હતી. આ બંનેના લગ્ન પશ્ચિમ બંગાળના નાબાદ્વીપમાં થયા હતા. બાદમાં વર્ષ 2006માં બંને કોલાઘાટ આવી ગયા હતા, જ્યાં પતિ કામ કરતો હતો. વર્ષ 2008માં પત્ની કોલકાત્તાના નારકેલડાંગા જતી રહી હતી. તેનું કહેવું હતું કે, અહીં રહેવું તેના માટે વધારે સુવિધાજનક હતું, કારણ કે તે સિયાલદહથી નજીક પડે છે, જ્યાં તે કામ કરે છે. જો કે, પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો કે, હું પતિથી એટલા માટે દૂર થઈ કારણ કે, હું અસહાય બની ગઈ હતી. વર્ષ 2008માં કોલાઘાટમાં પતિનું ઘર છોડી દીધા બાદ પણ મહિલાનો પરિવાર અને એક મિત્ર ત્યાં જ રોકાઈ રહ્યા હતા. વર્ષ 2016માં પત્ની ઉત્તરપરા જતી રહી હતી. પતિનું કહેવું છે કે તેની પત્ની તેનાથી દૂર રહે છે તે ક્રૂરતા છે. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, પત્ની કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા કે બાળકો પેદા કરવા નથી માંગતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500