Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તાયરોમાં એપીસેન્ટડર અને કન્ટેેઇનમેન્ટ એરીયા જાહેર કરાયા

  • August 16, 2020 

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્‍તારમાં એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા.૧૦/૦૯/૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

        જે અનુસાર વલસાડ જિલ્લામાં એ.પી.સેન્‍ટર જાહેર કરાયેલા વિસ્‍તારોમાં (૧) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના લુહાર ટેકરા, નવજીવન હોસ્‍પિટલની બાજુમાં આવેલું કૌશિકકુમાર જયંતિલાલનું મકાન, (ર) વલસાડ તાલુકાના અટગામ ઘોડા ટેકરા ખાતે આવેલું જયેશભાઇ ઝીણાભાઇ આહીરનું મકાન, (૩) વલસાડ તાલુકાના પારનેરા પારડી,  મંદિર ફળિયામાં આવેલું કાંતિભાઇ ગાંડાભાઇ પટેલનું મકાન, (૪) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના છીપવાડ, વાવડી ખાતે આવેલું અર્ચનાબેન સંદિપભાઇ પ્રજાપતિનું મકાન, (પ) વાપી નોટીફાઇડ એરીયા, ચણોદ કોલોની ખાતે આવેલા ફલેટ નં.૩૦પ, ત્રીજો માળ, મધુવન કો.ઓ.હા.સો., લીલાધર બી. ભાનુશાલીનું મકાન, (૬) ઉમરગામ તાલુકાના ભિલાડ, માલા ફળિયા ખાતે આવેલું ભીખુભાઇ રવજીભાઇ વારલીનું મકાન, (૭) પારડી તાલુકાના ડુંગરી, ખાતે આવેલા આધારટ્રસ્‍ટ સંચાલિત વૃદ્ધાશ્રમના રૂમ નં. ૨૪/એ, ધીરજલાલ મગનલાલ મોદી, (૮) વાપી નગરપાલિકા વિસ્‍તારના ડુંગરા, દમણગંગા પેકેજિંગ સોલ્‍યુશન કવાર્ટસના ગોવિંદભાઇ ભગતસિંહ રાઠોડનું કવાર્ટસ, (૯)  ઉમરગામ નોટીફાઇડ એરીયામાં જી.આઇ.ડી.સી. કોલોની, ફલેટ નં. ૨૦૨, બીજો માળ, ફોર્ચ્‍યુન ટાવર, સહેનાઝ સકિલ સિદ્દિકીના મકાનનો સમાવેશ થાય છે.

        જ્‍યારે કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરાયેલા વિસ્‍તારોમાં  (૧) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના લુહાર ટેકરા, નવજીવન હોસ્‍પિટલની બાજુમાં આવેલું કૌશિકકુમાર જયંતિલાલનું મકાન, નવદીપ મેડીકલ સ્‍ટોર અને બાજુમાં આવેલી ત્રણ દુકાનો, (ર) વલસાડ તાલુકાના અટગામ ઘોડા ટેકરા ખાતે આવેલાં જયેશભાઇ ઝીણાભાઇ આહીર, ભગુભાઇ ખુશાલભાઇ આહીર, ઠાકોરભાઇ ખુશાલભાઇ આહીર અને નરેશભાઇ ભાણાભાઇ આહીરનું મકાન મળી કુલ ચાર મકાનો, (૩) વલસાડ તાલુકાના પારનેરા પારડી,  મંદિર ફળિયામાં આવેલ કાંતિભાઇ ગાંડાભાઇ પટેલ અનુ બાજુમાં આવેલા બે બંધ મકાન મળી કુલ ત્રણ મકાનો, (૪) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના છીપવાડ, વાવડી ખાતે આવેલાં અર્ચનાબેન સંદિપભાઇ પ્રજાપતિ અને બાજુનું બંધ મકાન મળી કુલ બે મકાનો, (પ) વાપી નોટીફાઇડ એરીયા, ચણોદ કોલોની ખાતે  મધુવન કો.ઓ.હા.સોસાયટીના ત્રીજા માળના તમામ ફલેટસ, (૬) ઉમરગામ તાલુકાના ભિલાડ, માલા ફળિયા ખાતે આવેલાં ભીખુભાઇ રવજીભાઇ વારલી અને છીબીબેન રવજીભાઇ વારલીનું મકાન મળી કુલ બે મકાનો, (૭) પારડી તાલુકાના ડુંગરી, ખાતે આવેલા આધારટ્રસ્‍ટ સંચાલિત વૃદ્ધાશ્રમના રૂમ નં. ૨૪/એ અને ૨૪/બી, (૮) વાપી નગરપાલિકા વિસ્‍તારના ડુંગરા, દમણગંગા પેકેજિંગ સોલ્‍યુશન કવાર્ટસના ગોવિંદભાઇ ભગતસિંહ રાઠોડ, વિરેનભાઇ થાપે, વિનોદભાઇ યાદવ અને બાજુમાં આવેલું બંધ કવાર્ટસ મળી કુલ ચાર કવાર્ટ્‌સ, (૯) ઉમરગામ નોટીફાઇડ એરીયામાં જી.આઇ.ડી.સી. કોલોની, ફોર્ચ્‍યુન ટાવરના બીજા માળના તમામ ફલેટસનો સમાવેશ થાય છે.

 ઉક્‍ત તમામ વિસ્‍તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્‍તારોના તમામ રહેવાસીઓનું સ્‍ક્રીનિંગ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવશે.આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલી આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application