કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા મંદિર માત્ર દર્શનાર્થીઓને દર્શન માટે જ મંદિર ખુલ્લુ રહેશે. મંદિરના પૂજરીના જણાવ્યા અનુસાર, મહાશિવરાત્રી નિમિત્તે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ચુસ્ત પણે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ ન થાય તે માટે મંદિરમાં સંચાલકો દ્વારા ખાસ કાળજી રાખવામાં આવશે. મંદિરના પ્રવેશદ્વાર પર સેનેટાઇઝરની કેબિન બનાવવામાં આવી છે. જેમાથી તમામ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે સાથે જ સોશ્યલ ડિસ્ટન્સનું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓએ માસ્ક પહેર્યું હશે તો જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application