દેશમાં મોટાભાગના રાજ્યોમાં ટોલ બંધ કરી દેવામાં આવ્યો છે.આ નિયમ મહારાષ્ટ્રમાં પણ લાગુ પડે છે.પરંતુ સરકારમાં થતાં બદલાવને કારણે મહારાષ્ટ્રમાં ટોલ બંધ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)એ 1 ઓક્ટોબરથી એટલે કે આજથી નવા ટોલ રેટ લાગુ કર્યા છે.મુંબઈમાં પ્રવેશવા માટે 5 થી 30 રૂપિયા વધુ ખર્ચવા પડશે. વાહનો સાથે મુંબઈમાં પ્રવેશવું મોંઘું થઈ જશે. નવા ટોલ દર 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.
જૂના ટોલ દર પ્રમાણે અત્યાર સુધી કાર પર 40 રૂપિયાનો ટોલ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે 45 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. મુંબઈમાં હાલમાં પાંચ ટોલ બૂથ છે. નવા ટોલ દર આજથી તમામ પાંચ ટોલ પોઈન્ટ પર લાગુ થશે.આ ટોલ પોઈન્ટ પરથી દરરોજ હજારો વાહનો અવરજવર કરે છે.MSRDCના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ટોલ પોઈન્ટ પર વસૂલવામાં આવતી રકમ દર ત્રણ વર્ષે વધે છે. આ નિયમ હેઠળ 1 ઓક્ટોબરથી ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
જોકે મહારાષ્ટ્ર નવનિર્માણએ સેનાએ મુલુંડ ટોલ પોસ્ટ પર પ્રદર્શન કર્યું હતું અને ટોલ વધારાનો વિરોધ કર્યો છે. MNS કાર્યકર્તાઓએ શનિવારે સવારે મુંબઈ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ ટોલ બૂથ પર પ્રદર્શન કર્યું જેમાં લગભગ બે કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવીને વિરોધ દર્શાવ્યો હતો.MNSએ વિરોધમાં સામાન્ય લોકોને સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વાહન ચાલકો પણ MNS સાથે જોવા મળ્યા હતા. થાણે-પાલઘર જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે તેમની તરફથી પત્રવ્યવહાર ચાલુ છે. સરકાર દ્વારા વર્ષ 1999નો કરાર એમને બતાવવામાં આવ્યો છે. તે સમયે વાહનોની સંખ્યા ઘણી ઓછી હતી. જો કે મુલુંડ ટોલ નાકું 5 વર્ષ પહેલા બંધ કરવાનું હતું, પરંતુ તે આજે પણ ચાલુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500